News of Monday, 1st September 2025
વરરાજો એક પણ દુલ્હન ૧૦, આ ભાઈએ ૧૦ પત્નીઓ સાથે સુહાગરાત મનાવી, એકેય પત્ની ૬ મહિના પણ ટકી નહીં
ઘર વસાવવાની લ્હાયમાં તેણે ૧૦ વર્ષમાં ૯ વાર લગ્ન કર્યા

જશપુર તા.૧: છત્તીસગઢના જશપુર જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક શખ્સે ૧-૨ નહીં પણ ૧૦-૧૦ લગ્ન કર્યા. પણ આવું થયું કેવી રીતે એ એક મોટો સવાલ છે. આવો જાણીએ આ અજબ ગજબ કિસ્સો આખરે છે શું?
હકીકતમાં જોઈએ તો, ધુલા રામ નામનો આ વ્યક્તિ જશપુરના સુલેસા ગામનો રહેવાસી છે. ઘર વસાવવાની લ્હાયમાં તેણે ૧૦ વર્ષમાં ૯ વાર લગ્ન કર્યા, પણ એકેય પત્ની ટકી નહીં. દરેક વખતે પત્ની તેને છોડીને જતી રહેતી હતી. તે પત્ની પર શંકા કરતો, મારતો. તેના કોઈ પણ લગ્ન ૬ મહિનાથી વધારે ટક્યા નથી. આખરે તેની જિંદગીમાં ૧૦મી મહિલા આવી. ધુલા રામ ૧૦મી વાર વરરાજો બન્યો.પણ ૧૦મી પત્ની સાથે કંઈક એવું થયું, જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે.
તો બન્યું છે એવું કે, ધુલા રામ અને તેની પત્ની એક લગ્નમાં ગયા હતા. ધુલા રામને શંકા ગઈ કે તેની પત્ની લગ્નમાંથી ચોખા, ખાવાનું બનાવવાનું તેલ અને એક સાડીની ચોરી કરી છે. આ વાતે બંને વચ્ચે બોલાચાલી થઈ. મામલો એટલો વધી ગયો કે, ગુસ્સામાં તેણે પોતાની ૧૦મી પત્નીનું માથું પથ્થરથી કચડી નાખી હત્યા કરી નાખી. આ જઘન્ય ગુનો તેણે આ વર્ષે એપ્રિલમાં કર્યો હતો.
બાદમાં ધુલારામે પોતાનો ગુનો છુપાવવા માટે તેણે જંગલમાં સૂકા પત્તામાં લાશ છુપાવી દીધી. લગભગ ૪ મહિના સુધી લાશ ત્યાં જંગલમાં જ સડતી રહી અને દુર્ગંધ આવવા લાગી. ત્યાર બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.(૩૮.૧૪)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
