<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

૯ સપ્‍ટેમ્‍બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, મતદાનના આગલા દિવસે PM મોદીએ NDA સાંસદોને ડિનર માટે બોલાવ્‍યા

ડિનર પાર્ટી દ્વારા NDAની એકતા અને મજબૂતીનો સંદેશો આપવામાં આવશે. આ ચૂંટણી માટે NDAએ રાધાકૃષ્‍ણનને ઉમેદવાર બનાવ્‍યા છે તેમની જીત લગભગ નિશ્ચિત

 

નવી દિલ્‍હી તા.૧: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૯ સપ્‍ટેમ્‍બરે મતદાન થવાનું છે. મતદાનના એક દિવસ પહેલા ૮ સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ફઝખ્‍ના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્‍યું હોવાનું મીડિયા રિપોર્ટ્‍સમાં જણાવવામાં આવ્‍યું છે. ડિનર પાર્ટી દ્વારા NDAની એકતા અને મજબૂતીનો સંદેશો આપવામાં આવશે. આ ચૂંટણી માટે NDAએ મહારાષ્ટ્રના રાજ્‍યપાલ અને તમિલનાડુના વરિષ્ઠ નેતા સીપી રાધાકૃષ્‍ણનને ઉમેદવાર બનાવ્‍યા છે અને તેમની જીત લગભગ નિヘતિ માનવામાં આવે છે.

NDAએ પોતાના ઉમેદવારની જીત સુનિヘતિ કરવા માટે વિશેષ તૈયારી કરી છે. આ માટે સાંસદોને ત્રણ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. આ માટે તમામ NDAએ સાંસદોએ ૬થી ૮ સપ્‍ટેમ્‍બર સુધી દિલ્‍હીમાં રહેવું પડશે. તાલીમ શિબિરમાં અન્‍ય બાબતો ઉપરાંત મતદાન કેવી રીતે કરવું તે પણ બતવવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય છે અને વ્‍હિપ લાગુ થતું નથી. આવી સ્‍થિતિમાં NDA એ સુનિヘતિ કરવા માગે છે કે મતદાનમાં કોઈ ભૂલ ન થાય. મીડિયા રિપોર્ટ મુજબ, NDAનો પ્રયાસ છે કે રાધાકૃષ્‍ણન મોટા માર્જિનથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતે. આ માટે એવા વિપક્ષી દળોનો સંપર્ક કરવામાં આવ્‍યો છે, જેઓ ઈન્‍ડિયા ગઠબંધનમાં નથી. એવી અપેક્ષા છે કે BJD, YSRCP અને BRS જેવા પક્ષો NDAના ઉમેદવારને ટેકો આપી શકે છે.

ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્‍વાસ્‍થ્‍યના કારણોનો હવાલો આપીને સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ૨૧ જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્‍યું હતું.(૩૮.૧૧)

(9:59 AM IST)