<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

દારૂના કરમાંથી રાજ્‍યોને ૨.૪ લાખ કરોડ રૂપિયાની કમાણી

દારૂની કિંમત પર ૭૦ ટકા સુધી ટેક્‍સઃ દારૂની ૪૦૦ રૂપિયાની બોટલ પર સરકારને ૧૪૦ રૂપિયા નફો મળે છે

 

નવી દિલ્‍હી તા.૧: દેશના મોટા ભાગના રાજ્‍યોની આવકમાં દારૂ પર ટેક્‍સની આવક મહેસુલી આવકનો મોટોસ્ત્રેત છે. રાજ્‍ય સરકાર પેટ્રોલ -ડીઝલની જેમ દારુ પર પણ કર લાદે છે. આ કરમાંથી થતી આવક રાજ્‍ય વિકાસ કાર્યો માટે ઉપયોગ કરે છે. તેમજ દરેક રાજ્‍યમાં દારુની બોટલ પર લાદવામાં આવતો ટેક્‍સ અલગ અલગ હોય છે. તેમજ જો સરકાર આ કર દુર કરી નાંખે તો દારૂની બોટલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. તો આવો આપણે સમજીએ આ સમગ્ર ગણિત

દેશમાં રાજ્‍ય સરકાર પોલિસી અનુસાર એક્‍સાઇઝ વેટ અને અન્‍ય ડ્‍યુટી લાદે છે. જે ઘણા રાજ્‍યોમાં દારૂની કિંમતના ૬૦ થી ૮૦ ટકા સુધીની છે. જો આપણે તેને સમજીએ તો, દિલ્‍હીમાં દારુની બોટલની કિંમતના લગભગ ૬૫ થી ૭૦ ટકા ટેક્‍સ છે. જ્‍યારે કર્ણાટક અને તમિલનાડુમાં ટેક્‍સ ૭૦ ટકા થી વધુ છે. ઉત્તર પ્રદેશમાં પણ, દારૂ પર કુલ ટેક્‍સ ૬૦ ટકા ની આસપાસ છે.

દારૂની બોટલની ફેક્‍ટરી કિંમત ૨૦૦ રૂપિયા છે. રાજ્‍ય સરકાર તેના પર અલગ અલગ ટેક્‍સ લાદે છે.જો કર દર સરેરાશ ૭૦ ટકા હોય તો બોટલની કિંમત ૨૦૦ રૂપિયા, એક્‍સાઇઝ ડ્‍યુટી અને અન્‍ય કર ૭૦ ટકા એટલે કે ૧૪૦ રૂપિયા ડિસ્‍ટ્રિબ્‍યુટર અને રિટેલ માર્જિન ૬૦ રૂપિયા અને તેની આખરી ૪૦૦ રૂપિયા નક્કી થાય છે.

આમ જોઈએ તો દારૂની ૪૦૦ રૂપિયાની બોટલ પર સરકારને ૧૪૦ રૂપિયા નફો મળે છે. બીજી બાજુ, જો કોઈ કર ના હોય તો દારૂની ૪૦૦ રૂપિયાની બોટલની વાસ્‍તવિક કિંમત રૂપિયા ૨૫૦ની આસપાસ જ રહે. એટલે કે ગ્રાહક અડધા ભાવે દારૂ ખરીદી શકશે.

જોકે, રાજ્‍ય સરકારો માટે આ કર દુર કરવો શક્‍ય નથી. કારણ કે અનેક રાજ્‍યોની મહેસુલી આવકનો મોટા ભાગનો હિસ્‍સો દારૂના કરમાંથી આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્‍યોએ ફક્‍ત દારૂના કરમાંથી લગભગ ૨.૪ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.(૩૮.૧૦)

(10:00 AM IST)