News of Monday, 1st September 2025
એસસીઓ સમિટમાં ફજેતોઃ કોઇએ ભાવ ન પૂછયોઃ નમાલાની જેમ જોતા રહ્યાં
પુતિન-મોદી વાત કરતા કરતા આગળ નીકળી ગયાઃ સામુ પણ ન જોયું

તિયાનજિન તા.૧: ચીનમાં SCO સમિટ યોજાઈ રહી છે. વિશ્વની મહાસત્તાઓ હાલમાં તિયાનજિન શહેરમાં એકઠી થઈ છે. સોમવારે SCO પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે દેખાયા હતા. ત્રણેય અનૌપચારિક વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વધુ રસપ્રદ લ્લશ્ય જોવા મળ્યું.
પાકિસ્તાન પણ SCOનો ભાગ હોવાથી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા છે. સોમવારે, સમિટના બીજા દિવસે, એક સમય એવો આવ્યો જ્યારે પીએમ મોદી અને પુતિન એકબીજા સાથે વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને એકલા ઉભા જોવા મળ્યા. ન તો કોઈ તેમની સાથે વાત કરી રહ્યું હતું અને ન તો કોઈ તેમની તરફ ધ્યાન આપી રહ્યું હતું. તેઓ ફક્ત વડાપ્રધાન મોદી અને પુતિનને ઝંખતી આંખોથી જોતા રહ્યા.
ચીનમાં ચાલી રહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન સોમવારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય સભ્ય દેશોના વડાઓ ગ્રુપ ફોટો માટે સ્ટેજ પર એકસાથે ઉભા હતા, ત્યારે આખી દુનિયાની નજર આ તસવીર પર ટકેલી હતી. આ દરમિયાન, પુતિન અને પીએમ મોદી વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી જોવા મળી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ફરી એકવાર જૂની ઉષ્મા દેખાઈ રહી હતી. બંને નેતાઓએ સ્મિત સાથે એકબીજાનું સ્વાગત કર્યું અને સાથે આગળ વધ્યા. આ દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ નજીકમાં ઉભા જોવા મળ્યા, પરંતુ કોઈએ તેમના પર ખાસ ધ્યાન આપ્યું નહીં.
આ વખતે SCO સમિટમાં, પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ, આતંકવાદ અને વેપાર પર મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે. ભારત આ પ્લેટફોર્મ દ્વારા મધ્ય એશિયા અને પડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. વીડિયોમાં, મોદી અને પુતિન સ્ટેજ પર આગળ વધતા હસતા અને વાત કરતા જોઈ શકાય છે, જ્યારે શાહબાઝ શરીફની હાજરી લગભગ કોઈનું ધ્યાન ખેંચાઈ ન હતી. ઘણા નિષ્ણાતો આને ભારત-પાકિસ્તાન સંબંધોમાં વર્તમાન અંતર સાથે પણ જોડી રહ્યા છે.(૩૮.૨૪)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
