<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

LPG, ચાંદી, પોસ્‍ટ ઓફિસ, SBI કાર્ડ... નવા નિયમો આજથી લાગુ

સરકારે આજથી સોનાની જેમ ચાંદી માટે હોલમાર્કિંગનો નિયમ શરૂ કર્યો છે. જોકે હોલમાર્કિંગ ફરજિયાત રહેશે નહીં

 

નવી દિલ્‍હીઃ તા.૧  આજે ૨૦૨૫ ના ૯માંમહિના એટલે કે સપ્‍ટેમ્‍બરની શરૂઆત છે. ૧ સપ્‍ટેમ્‍બર સાથે, દ્યણા નિયમોમાં પણ ફેરફાર અમલમાં આવશે. આજે આપણે અહીં તે ફેરફારો વિશે જાણીશું, જે આજથી લાગુ થઈ રહ્યા છે અને તેની સીધી અસર દેશના સામાન્‍ય માણસ પર પડશે.

ચાંદીની હોલમાર્કિંગ

સરકારે આજથી સોનાની જેમ  ચાંદી માટે હોલમાર્કિંગનો નિયમ શરૂ કર્યો છે. જોકે, ચાંદી માટે હોલમાર્કિંગ ફરજિયાત રહેશે નહીં. જો તમે ઇચ્‍છો તો, તમે દુકાનદારને હોલમાર્કવાળી ચાંદી માટે પૂછી શકો છો. આ ઉપરાંત, તમે હોલમાર્ક વિના પણ ચાંદી ખરીદી શકો છો. હોલમાર્કિંગના નિયમો હેઠળ, ચાંદીમાં ૬-અંકનો અનન્‍ય ણ્‍શ્‍ત્‍ઝ કોડ પણ હશે, જે તમે ખરીદી રહ્યા છો તે ચાંદી કેટલી શુદ્ધ છે તે જાણવાનું સરળ બનાવશે. બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સ (BIS) એ ચાંદી ૮૦૦, ૮૩૫, ૯૦૦, ૯૨૫, ૯૭૦ અને ૯૯૦ ની શુદ્ધતા માટે ૬ નવા ધોરણો નક્કી કર્યા છે.

SBI ક્રેડિટ કાર્ડ

૧ સપ્‍ટેમ્‍બરથી, SBI ક્રેડિટ કાર્ડ ધારકોને વ્‍યવહારો પર રિવોર્ડ પોઈન્‍ટ આપવામાં આવશે નહીં. લાઇફસ્‍ટાઇલ હોમ સેન્‍ટર SBI કાર્ડ, લાઇફસ્‍ટાઇલ હોમ સેન્‍ટર SBI કાર્ડ SELECT અને લાઇફસ્‍ટાઇલ હોમ સેન્‍ટર SBI કાર્ડ PRIME કાર્ડ ધારકોને ડિજિટલ ગેમિંગ પ્‍લેટફોર્મ / વેપારીઓ અને સરકારી કામ સંબંધિત વ્‍યવહારો પર રિવોર્ડ પોઈન્‍ટ મળવાનું બંધ થઈ જશે.

પોસ્‍ટ ઓફિસના નવા નિયમો

પોસ્‍ટ ઓફિસ ૧ સપ્‍ટેમ્‍બરથી રજિસ્‍ટર્ડ પોસ્‍ટને સ્‍પીડ પોસ્‍ટમાં અપગ્રેડ કરી રહી છે. આજથી, બધી રજિસ્‍ટર્ડ પોસ્‍ટ સંબંધિત સેવાઓ સ્‍પીડ પોસ્‍ટના નિયમો હેઠળ ઉપલબ્‍ધ થવા લાગશે.

LPG ગેસ સિલિન્‍ડરના ભાવ

૧ સપ્‍ટેમ્‍બરથી ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ૫૧.૫૦ રૂપિયાનો દ્યટાડો લાગુ કરવામાં આવ્‍યો છે. આ દ્યટાડા પછી, દિલ્‍હીમાં ૧૯ કિલોગ્રામના LPG સિલિન્‍ડરનો ભાવ ૧૫૮૦ રૂપિયા થઈ ગયો છે. તેલ કંપનીઓએ આ વખતે પણ ૧૪.૨ કિલોગ્રામના દ્યરેલુ ગેસ સિલિન્‍ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.(૩પ-૪)

(10:55 AM IST)