<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

નકલી લગ્નઃ વર-વધૂ વિનાની લગ્ન ઇવેન્‍ટની પાર્ટી

ભારતના શહેરના રેસ્‍ટોરન્‍ટમાં પાર્ટીનું નવું રૂપ આકાર લઇ રહ્યું છેઃ લગ્નનું ગીત સંગીત, નૃત્‍ય અને ભોજન ખરું, માત્ર વર વધૂ નહીં

નવી દિલ્‍હી તા.૧: દેશના શહેરોમાં પાર્ટીનું એક ન સ્‍વરૂપ આકાર થઈ રહ્યું છે. પાર્ટી માટે લગ્ન ઇવેન્‍ટનું આયોજન થાય છે. આયોજનમાં લગ્ન જેવું ડેકોરેશન, મહેંઠી ગીત સંગીત, નૃત્‍ય અને ભોજન ખરા, પરંતુ માત્ર વરવધૂની જ ગેરહાજરી. લગ્ન ઇવેન્‍ટ આધારિત આ પાર્ટીમાં વરવધૂની કોઈ જરૂર નથી.

બેન્‍ડવાજા, લગ્નની જાન સાથે યોજાતી આ પાર્ટી ઇવેન્‍ટમાં લોકો આનંદ લૂંટવા જતા થયા છે.પાટીમાં મોજીલી બનાવવા કદાચ નકલી વરવધૂ પણ જોવા મળે તો નવાઈ નહીં. શહેરી યુવાનોને નકલી લગ્નની ઇવેન્‍ટ સાથે યોજાતી પાર્ટી પસંદ પડવા લાગી છે. નોઈડાના તાહિઆ રેસ્‍ટોરન્‍ટના સ્‍થાપક નિશાંત કુમારે આવી પાર્ટી અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે લગ્ન ઇવેન્‍ટ સાથે યોજાતી પાર્ટીમાં ભાગ લેનારા લોકો લગ્નના અતિષિ જેવો વેશ ધારણ કરતા હોય છે, લગ્નમાં નાચતા હોય તેવો ડાન્‍સ કરે છે, અને લગ્નમાં મળે તેવું ભોજન પણ આરોગતા હોય છે.

નિશાંત કહે છે કે ભારતની ઉત્‍સવ ઉજવણી શૈલીનું બોકોને આકર્ષણ હોય છે. લગ્ન તે સંસ્‍કૃતિનું સૌથી વાઈપન્‍ટ પાસું છે. તેમાં ગીત, સંગીત, ભોજન અને લાગણી

એમ તમામ બાબતોનો આનંદ મળતો હોય છે. પરંતુ તે લગ્ન સમારંભો અંગત અને અવ્‍યવસ્‍થાથી ભરેલા હોય છે. સ્‍ટોરન્‍ટે કોટુંભિક રાજકારછાથી પર તેવા લગ્નના થીમ પર પસંદગી ઉતારી છે.

પાર્ટી ટિકિટ ખરીદો અને લગ્નમાં મહાલો

રેસ્‍ટોરન્‍ટ્‍સ ટિકિટ ઇવેન્‍ટનું પણ આયોજન કરવા લાગી છે. રૂપિયા ૧૫૦૦થી રૂપિયા ૧૦૦૦૦ સુધીની ટિકિટ લઇને લગ્ન ઇવેન્‍ટ સાથે યોજાયેલી આ પાર્ટીમાં વ્‍યક્‍તિ સામેલ થઇ શકે છે. લગ્નમાં મહાલવાનો આનંદ લૂંટી શકે છે. જાનમાં જવાનો આનંદ લઈ શકે છે. પાર્ટીમાં કન્‍યાઓ મહેંદી કરીને લગ્ન લાયક વષાો ધારણ કરીને આવતી હોય છે. પુરુષો ભરતકામથી મહેલા ઝભ્‍ભા ધારણ કરીને આવે છે. પાર્ટીમાં અજાણ્‍યા લોકો મિત્રો બની જાય છે અને ડાન્‍સફલોર પર લગ્નના ગીતો પર ઝુમે છે. પરંતુ લગ્ન હોતા જ નથી.

હકીકતના લગ્નના માનસિક તણાવથી મુક્‍ત ઇવેન્‍ટ

પાર્ટીમાં આવવા માટે કોઈ લગ્ન માટે કોઈ ખાસ વષાો પહેરવા પડે છે. તેવા ચોક્કસ વષાો  ધારણ જ કરવા તે જરૂરી નથી લગ્નમાં તમારા કુટુંબી અને સગા આસપાસ હોય છે તેવું દબાણ પણ નહીં. આ ઇ વેન્‍ટમાં તમારી આસપાસ તમારા મિત્રો હોય છે. ઢોલના તાલે મિત્રો નારો છે. ખાણીપીણી આરોગે છે અને માત્ર મોજ કરે છે. લગ્નનું એક મુક્‍ત વિશ્વ સર્જાય છે. લોકો તેનો આનંદ લે છે. સામાજિક પ્રસંગોએ જતા કતરાતા લોકો પણ પોતાના મિત્ર બહેનપણી કે મિત્રની માતા સાથે આવી ઇવેન્‍ટમાં પહોંચીને તણાવમુક્‍ત લગ્ન સમારંભનો આનંદ લૂંટે છે.

(11:32 AM IST)