<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

આરાધ્યા બચ્ચન ગણેશ પૂજામાં માતા ઐશ્વર્યા કરતાં પણ ઊંચી લાગી, ચાહકો થયા આશ્ચર્યચકિત

પંડાલમાં મા-દીકરીએ હાથ જોડીને પોઝ આપ્યા: જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આરાધ્યાના લુક અને તેના ઝડપી ગ્રોથને જોઈને વ્યક્ત કરી રહ્યા છે આશ્ચર્ય

મુંબઈ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન હાલમાં મુંબઈના એક ગણપતિ પંડાલમાં જોવા મળ્યા હતા. આ મા-દીકરીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આરાધ્યાની ઊંચાઈ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તે હવે તેની માતા ઐશ્વર્યા કરતાં પણ ઊંચી દેખાઈ રહી છે.
 
ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. આ વર્ષે પણ, તે તેની પુત્રી આરાધ્યા સાથે GSB ગણપતિ પંડાલમાં દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન આરાધ્યાએ પીળા રંગનો સુંદર સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના ચહેરા પર મેકઅપ ન હોવા છતાં, તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. બીજી તરફ, ઐશ્વર્યા સફેદ સૂટમાં જોવા મળી હતી, જેમાં તેણે હળવો મેકઅપ, બિંદી અને સુંદર હેરસ્ટાઈલથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

પંડાલમાં મા-દીકરીએ હાથ જોડીને પોઝ આપ્યા હતા, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આરાધ્યાના લુક અને તેના ઝડપી ગ્રોથને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે "આરાધ્યા ઘણી મોટી થઈ ગઈ છે અને હવે તે તેની માતા જેટલી ઊંચી દેખાઈ રહી છે."

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન ૨૦૦૭માં થયા હતા અને ૨૦૧૧માં તેમના ઘરે આરાધ્યાનો જન્મ થયો હતો.
કામની વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ફિલ્મ 'પોન્નીયિન સેલ્વન ૨' માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારથી, તેણે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.

 

(6:19 PM IST)