<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

૫,૯૫૬ કરોડની ૨,૦૦૦ નોટો હજુ સુધી પરત આવી નથી

RBI એ ૧૯ મે, ૨૦૨૩ ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી : ત્‍યારથી ૯૮.૩૩% નોટો પરત આવી ગઈ છે

નવી દિલ્‍હી, તા.૨:  RBI એ લગભગ અઢી વર્ષ પહેલા ૨૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ૨૦૦૦ રૂપિયાના કુલ ૫,૯૫૬ કરોડ રૂપિયા હજુ પણ લોકો પાસે પડ્‍યા છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. ૧૯ મે, ૨૦૨૩ ના રોજ નોટબંધીની જાહેરાત સમયે, આ મૂલ્‍ય શ્રેણીના કુલ ૩.૫૬ લાખ કરોડ રૂપિયા સિસ્‍ટમમાં હાજર હતા. RBI એ જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધીમાં ૨,૦૦૦ રૂપિયાની ૯૮.૩૩% નોટો પરત આવી ગઈ છે.

જોકે, ૨૦૦૦ રૂપિયાની નોટો હજુ પણ કાયદેસર છે અને તેમનો વ્‍યવહાર સત્તાવાર રીતે ગેરકાયદેસર નથી. નવેમ્‍બર ૨૦૧૬ માં નોટબંધીની જાહેરાત પછી ૨,૦૦૦ રૂપિયાની નોટો જારી કરવામાં આવી હતી. RBI અનુસાર, આ નોટો બદલવાની સુવિધા ૧૯ મે ૨૦૨૩ થી તેની ૧૯ ઇશ્‍યૂ ઓફિસોમાં ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત, ૯ ઓક્‍ટોબર ૨૦૨૩ થી, વ્‍યક્‍તિઓ અથવા સંસ્‍થાઓ પણ આ ઓફિસોમાં તેમના બેંક ખાતાઓમાં ૨,૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવી શકે છે.

આ ઉપરાંત, સામાન્‍ય નાગરિકો દેશની કોઈપણ પોસ્‍ટ ઓફિસમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટો ભારતીય ટપાલ સેવા દ્વારા ય્‍ગ્‍ત્‍ ઓફિસોમાં મોકલી શકે છે જેથી તેમને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકાય. આરબીઆઈના ઇશ્‍યૂ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્‍મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્‍હી, પટના અને તિરુવનંતપુરમ ખાતે સ્‍થિત છે.

(10:03 AM IST)