<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સોના પર લોન સૌથી ઝડપથી વધીઃ બેંક FD પર લોન લેનારાની સંખ્‍યા પણ બમણી

મુંબઈ,તા.૦૨: લોકોની લોન લેવાની રીતમાં મોટો ફેરફાર થયો છે. બેંક FD અને સોના પર લોન લેનારા લોકોની સંખ્‍યામાં મોટો વધારો થયો છે.

RBIના ડેટા અનુસાર, જુલાઈમાં, બેંક FD પર લોન લેનારા લોકોની સંખ્‍યા બમણી થઈ અને સોનાની લોન લેનારાઓની સંખ્‍યા વાર્ષિક ધોરણે ત્રણ ગણી વધી. જુલાઈ ૨૦૨૪માં, સોનાના ઘરેણાં પર લેવામાં આવેલી લોન એટલે કે સોનાની લોનનો વિકાસ દર ૩૯% હતો, જે જુલાઈ ૨૦૨૫માં વધીને ૧૨૨% થયો.

આ સમયગાળા દરમિયાન, બેંકો દ્વારા વિતરિત ગોલ્‍ડ લોનની રકમ પણ ૨.૯૪ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ, જે ગયા વર્ષે જુલાઈમાં ૧.૩૨ લાખ કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, જ્‍ઝ પર લેવામાં આવેલી લોનનો વિકાસ દર પણ ગયા વર્ષે ૮.૯% થી બમણો થઈને ૧૬.૭% થયો. એફડી સામે રૂ.૧.૪૦ લાખ કરોડની લોન આપવામાં આવી હતી. અન્‍ય પર્સનલ લોનનો વિકાસ દર ૧૪% થી ઘટીને ૧૧.૯% થયો છે. હોમ લોન અને ઓટો લોનનો વિકાસ દર પણ ઘટયો છે
 

(10:54 AM IST)