<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

અફઘાનિસ્‍તાનમાં ભૂકંપથી મળત્‍યુઆંક વધીને ૧૧૦૦ થયો : ૩૫૦૦થી વધુને ઇજા

સૌથી વધુ મળત્‍યુ કુનાર પ્રાંતમાં થયા : ઘરો, શાળાઓ, મસ્‍જિદો અને અન્‍ય ઇમારતો કાટમાળમાં ફેરવાઈ : ભારતે શકય તેટલી મદદની ખાતરી આપી

કાબુલ, તા.૨: વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકળતિએ પોતાનું વિકરાળ સ્‍વરૂપ બતાવ્‍યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્‍ખલનના કારણે અ સંખ્‍ય લોકો મળત્‍યુ પામ્‍યા છે. અફઘાનિસ્‍તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્‍યો છે. જેમાં અફઘાનિસ્‍તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા.

અફઘાનિસ્‍તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો, જ્‍યારે સુડાનના દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્‍ખલનને કારણે એક આખું ગામ જમીનદોસ્‍ત થઈ ગયું. આ આફતોએ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કર્યું, પરંતુ જે વિસ્‍તારો પહેલેથી જ સંકટગ્રસ્‍ત હતા ત્‍યાં માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્‍યું છે.

 જર્મન રિસર્ચ સેન્‍ટર ફોર જીઓસાયન્‍સના જણાવ્‍યા અનુસાર, ભૂકંપનું કેન્‍દ્ર જલાલાબાદ શહેરથી ૨૭ કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું અને તેની ઊંડાઈ માત્ર ૧૦ કિલોમીટર હતી, જે તેને અત્‍યંત વિનાશક બનાવે છે. છીછરો ભૂકંપ હોવાથી, ભૂકંપની અસર સપાટી પર વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી. ભૂકંપને કારણે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્‍યા છે. લોકોના ઘરો, શાળાઓ, મસ્‍જિદો અને અન્‍ય માળખાં કાટમાળમાં ફેરવાઈ ગયા છે.

સેંકડો લોકો બેઘર થઈ ગયા છે અને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  સ્‍થાનિક હોસ્‍પિટલો ઘાયલોથી ભરેલી છે અને તબીબી સંસાધનોની ભારે અછત છે. આ ગંભીર સંકટની ઘડીમાં, ભારતે માનવતાવાદી સહાય હેઠળ અફઘાનિસ્‍તાનને મદદની જાહેરાત કરી છે. ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે અફઘાનિસ્‍તાનના વિદેશ પ્રધાન સાથે ફોન પર વાત કરી અને શોક વ્‍યક્‍ત કર્યો અને શકય તેટલી મદદની ખાતરી આપી.

ફગન મીડિયા એન્‍ડ રિસર્ચ સેન્‍ટરના વડા અબ્‍દુલ જબ્‍બાર બહિરે અલ અરબિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્‍યું હતું કે આ ભૂકંપમાં ઓછામાં ઓછા ૧,૧૦૦ લોકો મળત્‍યુ પામ્‍યા છે જ્‍યારે ૩,૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ, સૌથી વધુ મળત્‍યુ કુનાર પ્રાંતમાં થયા છે. રવિવાર ઉપરાંત, સોમવારે પણ ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો, જે જમીનથી ૬૫ કિમી નીચે હતો. અલ જઝીરા અનુસાર, તેના આંચકા પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વા અને પંજાબ પ્રાંતમાં પણ અનુભવાયા હતા. એટલું જ નહીં, આ આંચકા ભારતના ગુરુગ્રામમાં પણ અનુભવાયા હતા.

અગાઉ, પીએમ મોદીએ ભૂકંપની ઘટના પર શોક વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે પોતાના X હેન્‍ડલ પર ટ્‍વિટ કરીને લખ્‍યું હતું કે, અફઘાનિસ્‍તાનમાં આવેલા ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. આ મુશ્‍કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્‍ત પરિવારો સાથે છે, અને અમે ઘાયલોના ઝડપથી સ્‍વસ્‍થ થવાની ઇચ્‍છા રાખીએ છીએ. ભારત અસરગ્રસ્‍ત લોકોને શકય તેટલી માનવતાવાદી સહાય અને રાહત આપવા તૈયાર છે.'

ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્‍વીટ કર્યું કે તેમણે અફઘાનિસ્‍તાનના વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તકી સાથે ફોન પર વાત કરી. તેમણે ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્‍યે સંવેદના પણ વ્‍યક્‍ત કરી.

એસ જયશંકરે કહ્યું કે ભારતે મદદ માટે તંબુ મોકલ્‍યા છે. ઉપરાંત, કાબુલથી કુનારમાં ૧૫ ટન ખાદ્ય પદાર્થો મોકલવામાં આવ્‍યા છે. આજે ભારત વધુ રાહત સામગ્રી મોકલશે.

અફઘાનિસ્‍તાનમાં આવેલા ભયાનક ભૂકંપથી ગભરાટ ફેલાયો છે. દારાહ-એ-નૂર જિલ્લાના સતીન ગામમાં ભૂકંપથી વધુ વિનાશ થયો છે. શરૂઆતમાં ૯ લોકોના મોતની માહિતી મળી હતી.

(11:36 AM IST)