<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે

૧૬ સપ્‍ટેમ્‍બરથી નિયમ બદલાશે

મુંબઈ, તા.૨: જો તમારી પાસે પણ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર માટે જ છે. ૧૬મી સપ્‍ટેમ્‍બર બાદ એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તમારા માટે થોડું મોંઘુ સાબિત થઈ શકે છે.

ચાલો જોઈએ શું છે આ પરિવર્તન અને તેની તમારા ખિસ્‍સા પર શું અસર જોવા મળી શકે છેઃ

એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે કે ૧૬મી સપ્‍ટેમ્‍બર બાદ તમામ ક્રેડિટ કાર્ડ પ્રોટેક્‍શન પ્‍લાન, પોલિસી રિન્‍યુઅલ સમયે ઓટોમેટિક અપડેટ કરવામાં આવેલા પ્‍લાનમાં શિફ્‌ટ થઈ જશે.

તમામ ક્રેડિટ કાર્ડ પ્રોટેક્‍શન પ્‍લાનનો આ ફેરફાર તેમની પોલિસી રિન્‍યુઅલની નિર્ધારિત તારીખથી લાગુ કરવામાં આવશે.

એસબીઆઈ કાર્ડ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ગ્રાહકોને રિન્‍યુઅલના ઓછામાં ઓછા ૨૪ કલાક પહેલાં એસએમએસ અને ઈમેલ દ્વારા આ ફેરફારની જાણકારી આપવામાં આવશે.

એસબીઆઈ કાર્ડની વેબસાઈટ પર જોવા મળી રહેલાં મેસેજમાં જણાવવામાં આવ્‍યું છે કે ૧૬મી સપ્‍ટેમ્‍બરથી તમામ સીપીપી કસ્‍ટમર પોતાની પોલિસી રિન્‍યુઅલની તારીખના હિસાબે ઓટોમેટિક અપડે કરેલાં પ્‍લાનમાં શિફ્‌ટ થઈ જશે અને અપડેટ કરવામાં આવેલા સીપીપી પ્‍લાનનો ચાર્જ જૂના પ્‍લાનથી ઓછો છે.

હાલમાં ક્‍લાસિક લાઈટ માટે ૧૧૯૯ રૂપિયા અને ક્‍લાસિક પ્‍લસ માટે ૧૮૯૯ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ હવે આ બંનેની જગ્‍યા ક્‍લાસિકે લઈ લીધી છે. નવા સુધારિત ચાર્જની વાત કરીએ તો હવે ગ્રાહકોએ આના માટે ૯૯૯ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ સિવાય પહેલાં પ્રિમીયમ પ્‍લસ માટે ૨૪૯૯ રૂપિયાનો ચાર્જ હતો, જે હવે ઘટીને ૧૪૯૯ રૂપિયા થઈ ગયો છે. જ્‍યારે પ્‍લેટિનલ પ્‍લસ માટે ચૂકવવો પડતો ૩૧૯૯ રૂપિયાનો ચાર્જ ઘટીને હવે ૧૯૯૯ રૂપિયા થઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તે સીપીપી સિકયોરિટી સર્વિસ આપનારી કંપની છે. એસબીઆઈ કાર્ડની વેબસાઈટ પર જોવા મળનારી માહિતી અનુસાર તે રજિસ્‍ટર્ડ કસ્‍ટમરનું કાર્ડ ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે ત્‍યારે સિકયોરિટી પૂરી પાડે છે.

સીપીપીની મદદથી એસબીઆઈ કાર્ડ કસ્‍ટમરને આવી પરિસ્‍થિતિમાં સેફ્‌ટી, ઈમર્જન્‍સીમાં કાર્ડ બ્‍લોક કરવાની સુવિધા અને ડીએલ તેમ જ પાસપોર્ટ જેવા તમામ જરૂરી ડોકયુમેન્‍ટ સંબંધિત મદદ મળી રહે છે.

(4:16 PM IST)