<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મુંબઈમાં ચાલી રહેલું મરાઠા આંદોલન સમેટાયુ

મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગેજેટ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ઓ.બી.સી.જાતિનો દરજ્જો આપવાનું સ્વીકારી લેતા આંદોલન પૂર્ણ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર : અનામતની માંગ સાથે મુંબઈમાં મરાઠા નેતા મનોજ જરાંગેની આગેવાની હેઠળ પ્રદર્શન કરી રહેલા મરાઠા લોકોની જીત થઈ છે. મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગેજેટ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ઓ.બી.સી.જાતિનો દરજ્જો આપવાનું સ્વીકારી લેતા આંદોલન સમેટાયું છે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી મરાઠા સમુદાયના લોકોને અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે 

   અત્રે ઉલ્લેખની છે કે "કુનબી"જાતિનો સમાવેશ પહેલેથી જ ઓ.બી.સી.માં થાય છે સરકારના આ નિર્ણયથી મરાઠા સમાજ માટે તકોના નવા દ્વાર ખુલશે.સરકારનું આ પગલું ન્યાયની દિશામાં મોટું પગલું ગણાશે

(6:28 PM IST)