News of Tuesday, 2nd September 2025
IMDની ૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી: ૭ સપ્ટેમ્બર સુધી દેશભરમાં આફત! રેડ એલર્ટ જાહેર, મુસાફરી ટાળવા અપીલ.
રાજ્યવાર વરસાદની આગાહી: સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ: IMDએ નાગરિકોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવા અપીલ કરી: પૂર અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાનું ઓછું દબાણવાળા ક્ષેત્રને કારણે દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારથી ૭ સપ્ટેમ્બર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં અત્યંત ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ઉત્તર ભારત: જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો અત્યંત ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ છે.
પૂર્વ અને મધ્ય ભારત: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને છત્તીસગઢ અને ઓડિશામાં મંગળવાર અને બુધવારે સ્થિતિ ગંભીર બની શકે છે.
પૂર્વોત્તર રાજ્યો: આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આખા અઠવાડિયા દરમિયાન વાતાવરણ વરસાદી રહેશે.
દક્ષિણ અને પશ્ચિમ ભારત: દક્ષિણના કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ૪ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ૭ સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.
IMDએ નાગરિકોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. જો ખૂબ જરૂરી ન હોય તો મુસાફરી ટાળો. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય વધારે હોવાથી ત્યાં સાવધાની રાખવી. ઘરની ગટરો સાફ રાખો જેથી પાણીનો ભરાવો ન થાય. વીજળીના કડાકા-ભડાકા થાય ત્યારે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો અને ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રહો. તમારી અને તમારા પરિવારની સલામતી સુનિશ્ચિત કરવા માટે હવામાન વિભાગની સત્તાવાર ચેતવણીઓ પર ધ્યાન આપતા રહો
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
