News of Wednesday, 3rd September 2025
ઓડિશાના સ્ટુડન્ટ્સે બનાવી મોદીની ૭૦ કિલોની ચોકલેટની મૂર્તિ

ભુવનેશ્વર તા.૩: ૧૭ સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાનનો જન્મદિવસ આવશે. એની ઉત્સુકતા અનેક નાગરિકોમાં અત્યારથી જોવા મળી રહી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં કેટલાક વિદ્યાર્થીઓએ મળીને નરેન્દ્ર મોદીનું ચોકલેટનું શિલ્પ બનાવ્યું છે. ૭૦ કિલો વજનના આ શિલ્પમાં પંચાવન કિલો ડાર્ક ચોકલેટ અને ૧૫ કિલો વાઇટ ચોકલેટ વપરાઈ છે. ભુવનેશ્વરની એક પ્રોફેશનલ બેકિંગ ઍન્ડ ફાઇન પેસ્ટ્રી સ્કૂલના ૧૫ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. બે શિક્ષકોની મદદથી તેમણે ૭ દિવસમાં નરેન્દ્ર મોદીનું ચોકલેટનું પોટ્રેટ શિલ્પ તૈયાર કર્યું હતું.(૩૮.૯)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
