<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સજા માફી માત્ર બંધારણીય જ નહીં, પરંતુ વૈધાનિક હક પણ છેઃ સુપ્રીમ

ગેંગરેપના કેસમાં આજીવન કેદથી આરોપીનો સજા માફીનો હક છીનવાતો નથી

નવી દિલ્‍હી તા.૩: સગીર યુવતી સાથે સંકળાયેલા ગેંગરેપના કેસોમાં આજીવન કેદની સજા પામેલા દોષિતો માટે સજામાફી માંગવાના અધિકારની રૂપરેખા નિર્ધારિત કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્‍યું હતું કે સજામાફી  માત્ર બંધારણીય જ નહીં, પરંતુ વૈધાનિક અધિકાર પણ છે.

ન્‍યાયાધીશ બી વી નાગરત્‍ના અને આર મહાદેવનની ખંડપીઠે અગાઉની આઈપીસીની કલમ 376DAની બંધારણીય માન્‍યતાને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. કલમ 376DA ૧૬ વર્ષથી ઓછી ઉંમરની સગીરા પર ગેંગરેપની સજા સાથે સંબંધિત છે. અરજદાર વતી હાજર રહેલા વકીલે જણાવ્‍યું હતું કે કલમ 376DAમાં એવી જોગવાઈ છે કે જેનાથી સેશન્‍સ કોર્ટ પાસે આજીવન કેદની સજા ફટકારવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ રહેતો નથી, જેનો અર્થ એ થાય કે તે વ્‍યક્‍તિએ બાકીનું સમગ્ર જીવન જેલમાં વીતાવવું પડે છે. ખંડપીઠે બે પાસાઓની ચકાસણી કરી હતી. પ્રથમ બાબત જોગવાઈ હેઠળની  સજા સંબંધિત છે, જે સેશન્‍સ કોર્ટે ટ્રાયલ પછી લાદવી પડે છે, આ સજાને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

આ મામલાનું બીજું પાસું એ છે કે જો કોઈ આરોપી પર આવી સજા લાદવામાં આવે તો પણ, તેને કલમ ૭૨ અથવા ભારતના બંધારણની કલમ ૧૬૧ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ અથવા રાજ્‍યપાલ સમક્ષ સજામાફી માટે અરજીનો અધિકાર છે. આવા આરોપી પાસે સજામાં માફી મેળવવા માટે કાયદાકીય ઉપાય પણ છે. તેથી સજા માફી માંગવાનો અધિકાર માત્ર બંધારણીય જ નથી પણ એક વૈધાનિક અધિકાર પણ છે અને દરેક રાજ્‍યની સજામાફીની પોતાની નીતિ હોય છે, જે કલમ 376DA અથવા ત્‍ભ્‍ઘ્‍ની કલમ 376DB હેઠળ સજા ફટકારવામાં આવે ત્‍યારે પણ લાગુ પડે છે કલમ ૩૭૬ ડીબી ૧૨ વર્ષથી ઓછી ઉંમરની સગીરા પર ગેંગરેપ માટે સજા સાથે સંબંધિત છે. સુપ્રીમે નોંધ્‍યું હતું કે કલમ 376DA અથવા 376DB હેઠળ જીવનના બાકીના સમય માટે આપવામાં આવેલી આજીવન કેદની સજાનો અર્થ એવો નથી કે તેના સજામાફીનો હક છીનવાઈ જશે.(૩૮.૫)

(9:38 AM IST)