<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

યમુનામાં જળસ્‍તર વધતા દિલ્‍હીમાં પૂરનો ખતરો, નોઈડા-ગાઝિયાબાદમાં

જુના લોખંડના પુલ સહિત અનેક રસ્‍તાઓ ડાયવર્ટઃ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા સલાહ

નવી દિલ્‍હી :.. યમુના નદીમાં પાણીનું સ્‍તર વધવાને કારણે દિલ્‍હી-એનસીઆર પૂરના ખતરાનો સામનો કરી રહ્યું છે. નોઈડા અને ગાઝિયાબાદમાં શાળાઓ બંધ છે અને જૂનો લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્‍યો છે. ટ્રાફિક પોલીસે વૈકલ્‍પિક માર્ગોનો ઉપયોગ કરવા એડવાઇઝરી જાહેર  કરી છે. મુસાફરોને સુરક્ષિત રહેવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

યમુના બજારના ઘરોમાં પાણી ભરાઈ રહ્યું છે ત્‍યારે નાગરિક સંરક્ષણ કર્મચારીઓ લોકોને રાહત શિબિરોમાં જવાની અપીલ કરી રહ્યા છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર,  જુના લોખંડના પુલની બંને બાજુ વાહનો અને રાહદારીઓની અવરજવર મંગળવાર સાંજથી બંધ કરવામાં આવી છે. પાણીનું સ્‍તર ભયના નિશાનથી ઉપર હોવા અને સંભવિત જોખમને ધ્‍યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્‍યું છે.

ઉપરાંત હનુમાન સેતુ નીચે,  જુના લોખંડના  પુલ (પヘમિ અને પૂર્વ દિશા) અને બેલા રોડ (લાલ કિલ્લા પાછળનો રસ્‍તો બંધ) સહિત ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે મુખ્‍ય પોઇન્‍ટ નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

ટ્રાફિક પોલીસે લોકોને જૂના લોખંડના પુલ અને તેની આસપાસના રસ્‍તાઓથી દૂર રહેવા અને શકય વિલંબને પહોંચી વળવા માટે પૂરતો સમય લઈને મુસાફરી કરવાની અપીલ કરી છે. ઉપરાંત, ભીડ ઘટાડવા માટે, જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવાની અને ફક્‍ત નિયુક્‍ત ર્પાકિંગ જગ્‍યાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

(12:00 PM IST)