<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ઝોમેટો (Zomato) એ પ્લેટફોર્મ ફીમાં કર્યો ફરી વધારો: હવે ખાવાનું મંગાવવું વધુ મોંઘું, જાણો અન્ય એપ્સ કેટલો ચાર્જ લે છે!

આ વધારાથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઈન ઓર્ડરિંગ સર્વિસ હવે ફક્ત કન્વીનિયન્સ માટે જ નહીં, પરંતુ તેના પર વધારાના ચાર્જ પણ લેવામાં આવી રહ્યા છે

 જો તમે પણ નિયમિતપણે ઝોમેટો પરથી ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરતા હો, તો તમારા ખિસ્સા પર હવે વધુ ભાર પડશે. તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં, ઝોમેટોએ તેની 'પ્લેટફોર્મ ફી' માં ₹૧૦ થી વધારીને ₹૧૨ કરી દીધો છે. આ ફી સીધી તમારા બિલમાં ઉમેરાશે, જેનાથી ખાવાનો ઓર્ડર વધુ મોંઘો બનશે.

અન્ય કંપનીઓની ફી:
ઝોમેટોના આ નિર્ણય બાદ સવાલ થાય છે કે અન્ય ફૂડ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ કેટલી ફી લે છે. ચાલો એક નજર કરીએ:

• ઝોમેટો: પ્લેટફોર્મ ફી - ₹૧૨

• સ્વિગી (Swiggy): પ્લેટફોર્મ ફી - ₹૧૪.૯૯

• સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart): હેન્ડલિંગ ફી - ₹૯.૮૦

• બ્લિન્કઇટ (Blinkit): હેન્ડલિંગ ચાર્જ - ₹૪

• ફ્લિપકાર્ટ (Flipkart): પ્રોડક્ટ પ્રમાણે ફી અલગ-અલગ હોય છે, જેમ કે 'પ્રોટેક્ટ પ્રોમિસ ફી' અને 'કન્વીનિયન્સ ફી'.

• ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes): પ્લેટફોર્મ ફી - ₹૯

• એમેઝોન (Amazon): 'ઓફર પ્રોસેસિંગ ફી' અને 'માર્કેટપ્લેસ ફી' (₹૫) જેવા ચાર્જ લે છે.

• ઝેપ્ટો (Zepto): હેન્ડલિંગ ચાર્જ - ₹૧૦.૯૯

• મિંત્રા (Myntra): પ્લેટફોર્મ ફી - ₹૨૦

• ફર્સ્ટક્રાય (FirstCry): પ્લેટફોર્મ અને કન્વીનિયન્સ ફી - ₹૪

આ વધારાથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઈન ઓર્ડરિંગ સર્વિસ હવે ફક્ત કન્વીનિયન્સ માટે જ નહીં, પરંતુ તેના પર વધારાના ચાર્જ પણ લેવામાં આવી રહ્યા છે. ગ્રાહકોએ હવે ઓર્ડર આપતી વખતે આ ફીઝને પણ ધ્યાનમાં લેવી પડશે.

 

(8:55 PM IST)