હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

કોલકાતા,તા.૦૪: ભારતમાં ફલાઇટ પ્રવાસ દરમિયાન થતાં વિવાદ અને હોબાળાના કિસ્સો વધી જ રહ્યા છે. મુસાફરી દરમિયાન બનેલી વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે તેમાં એક વ્યક્તિએ ફરી ફલાઇટમાં ધીંગાણું કરતાં ક્રૂ અને પ્રવાસ કરી રહેલા બીજા મુસાફરોને મોટી મુશ્કેલી થઈ હોવાન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. સોમવારે પહેલી સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફલાઇટ ૬ચ્ ૬૫૭૧માં સવાર એક વકીલે ‘‘હર હર મહાદેવ''ના નારા લગાવ્યા અને ફલાઇટમાં સવાર બધા મુસાફરોને પણ તેની સાથે આ નારા લગાવવા માટે જોડાવા કહ્યું. વકીલે દારૂ પીધો હોવાનું પણ કહેવાય છે. એરલાઇને તેમને ‘અનિયમિત મુસાફર' કહ્યા અને કોલકાતામાં લેન્ડ કર્યા બાદ વખતે તેમને સુરક્ષાને સોંપી દીધો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે ફલાઇટ પાર્કિંગ બેમાં ૩૦ મિનિટથી વધુ સમય માટે મોડી પડી હતી. ૩૧D માં બેઠેલા મુસાફરે કથિત રીતે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી અને વિલંબ દરમિયાન અને ટેકઑફ પછી અન્ય લોકોને ખલેલ પહોંચાડી હોવાનો આરોપ તેના પર છે.
એક સત્તાવાર નિવેદનમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, અમે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ દિલ્હીથી કોલકાતા જતી ઇન્ડિગોની ફલાઇટ ૬ચ્ ૬૫૭૧માં બેફામ વર્તનની ઘટનાથી વાકેફ છીએ. દારૂ પીધેલી હાલતમાં સીટ પર બેઠેલો એક મુસાફર કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતો અને સાથી મુસાફરોને ખલેલ પહોંચાડતો જોવા મળ્યો. એરલાઈન મુજબ, મુસાફર પાસે સોફટ ડ્રિંકની બોટલ હતી જેમાં કથિત રીતે દારૂ ભરેલો હતો. પૂછપરછ કરવામાં આવી ત્યારે, તેણે ઝડપથી પીણું પીધું અને ક્રૂ મેમ્બર પર વાંધાજનક ટિપ્પણી કરી. એરલાઈને ઉમેર્યું કે અધિકારીઓ સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થાપિત પ્રોટોકોલ અનુસાર, ગ્રાહકને બેકાબૂ જાહેર કરવામાં આવ્યો હતો અને આગમન પર સુરક્ષાને સોંપવામાં આવ્યો હતો.
ઇન્ડિગોએ તેની કોઈપણ પ્રકારના વિક્ષેપકારક અથવા અપમાનજનક વર્તન પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અને સલામત અને આદરણીય વાતાવરણ જાળવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મુસાફરે દાવાઓને નકારી કાઢ્યા, પ્રતિ-ફરિયાદ નોંધાવી. વકીલે બોર્ડ પર દારૂ પીવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેણે બોર્ડિંગ પહેલાં દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ફક્ત બીયર પીધી હતી, જે તેણે ખરીદીની રસીદ હોવાનું દર્શાવ્યું હતું. તેણે કહ્યું કે ક્રૂને ‘હર હર મહાદેવ' કહેવાનો તેમનો અભિવાદન ધાર્મિક હેતુથી નહોતો અને તેમણે એરલાઈન સ્ટાફ પર હેરાન અને સેવાઓનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ક્રૂ અને મુસાફરે બન્નેએ ફરિયાદ નોંધાવી છે. આ મામલો હાલમાં તપાસ હેઠળ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM