હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૯૯૭થી ૨૦૧૨ દરમિયાન જન્મેલા ‘જેન ઝી' છે સૌથી વધુ નાખુશ
અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસોઃ દાયકાઓથી જોવા મળતા ‘મધ્યમ વયના દુઃખના વળાંક'ની પેટર્ન હવે ઊલટાઈ ગઈ છે

નવી દિલ્હી,તા.૦૪: ૧૯૯૭થી ૨૦૧૨ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકોને ‘જેન ઝી' તરીકે ઓળખાય છે. હાલ ‘જેન ઝી' લોકો યુવાનીમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમની પર ડેવિડ જી. બ્લેન્ચફલાવર, એલેક્સ બ્રાયસન અને ઝિયાઓવેઈ ઝુએ એક સંશોધન કર્યું છે.
આ સંશોધનના તારણો ‘‘ધ ડિક્લાઈનિંગ મેન્ટલ હેલ્થ ઓફ ધ યંગ એન્ડ ધ ગ્લોબલ ડિસએપિયરન્સ ઓફ ધ અનહેપ્પીનેસ હમ્પ શેપ ઇન એજ'' માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
એક નવા વૈશ્વિક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જનરલ ઝેડ (૧૨ થી ૨૮ વર્ષની વયના લોકો) હવે મધ્યમ વયના લોકો કરતાં વધુ નાખુશ છે. દાયકાઓથી જોવા મળતા ‘મધ્યમ વયના દુઃખના વળાંક''ની પેટર્ન હવે ઊલટાઈ ગઈ છે.
આ અભ્યાસ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. પરંપરાગત રીતે, લોકો યુવાનીમાં ખુશ રહે છે, મધ્યમ વયમાં દુઃખ વધે છે અને નિવૃત્તિ બાદ ફરી ખુશી વધે છે. પરંતુ, નવા અભ્યાસ મુજબ જનરલ ઝેડ એટલા નાખુશ છે કે આ પેટર્ન હવે ઊલટાઈ ગઈ છે.
CDCના ડેટા મુજબ, યુવાનોમાં નબળું માનસિક સ્વાસ્થ્ય ૧૯૯૩માં ૨.૫% થી વધીને ૨૦૨૪માં ૬.૬% થયું છે. યુવાન મહિલાઓમાં આ આંકડો ૩.૨% થી વધીને ૯.૩% થયો છે. ડેવિડ જી. બ્લેન્ચફલાવર, એલેક્સ બ્રાયસન અને ઝિયાઓવેઈ ઝુના જણાવ્યા મુજબ, ‘‘મધ્યમ વયનો દુઃખનો વળાંક'' અલ્લશ્ય થઈ ગયો છે.
તેના બદલે, યુવા પેઢી હવે ‘‘સ્કી સ્લોપ'' જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જ્યાં દુઃખ ઓછી ઉંમરે શરૂ થઈને ધીમે ધીમે ઓછું થાય છે.
સંશોધકોના મતાનુસાર ‘જેન ઝી'ની આ સ્થિતિ માટે અનેક કારણો જવાબદાર છે. યુવાનો સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં મોટા થઈ રહ્યા છે, જેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક રીતે અસર થઈ રહીં છે.
કોવિડના કારણે ‘જેન ઝી'એ તેમનું બાળપણ અને મોટાભાગનો કોલેજકાળ ઘરે જ વિતાવ્યો છે. ‘જેન ઝી' પેઢી અન્ય પેઢીઓ કરતાં સરેરાશ વ્યક્તિગત દેવું વધુ ધરાવે છે. એલેક્સ બ્રાયસનના જણાવ્યાનુસાર , સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ યુવાનોના દુઃખનું મુખ્ય કારણ હોઈ શકે છે.
તેથી સંશોધકોએ શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની અને અને યુવાનોને વ્યક્તિગત સામાજિક પ્રવૃત્તિઓમાં પાછા ફરવા પ્રોત્સાહિત કરવાની ભલામણ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
