<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રૂા. ૨૫૦૦ સુધીના જૂતા અને કપડાં સસ્‍તા થશે

વસ્ત્રો અને ફૂટવેર ઉદ્યોગને પ્રોત્‍સાહન મળવાની અપેક્ષા

નવી દિલ્‍હી તા.૪: જીએસટી કાઉન્‍સિલની ૫૬મી બેઠકના નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેને લગતા સમાચાર બહાર આવવા લાગ્‍યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં મળેલી આ બેઠકમાં સામાન્‍ય લોકોના ખિસ્‍સાને લગતી ઘણી મહત્‍વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે કયા નિર્ણયો લેવામાં આવ્‍યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં મળેલી જીએસટીકાઉન્‍સિલની ૫૬મી બેઠકના પરિણામોસ્ત્રોત દ્વારા બહાર આવી રહ્યા છે. વિવિધ મીડિયાસ્ત્રોતો જણાવી રહ્યા છે કે આ બેઠકમાં સામાન્‍ય લોકોના ખિસ્‍સાને લગતી ઘણી મહત્‍વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. આ સાથે, જીએસટી કાઉન્‍સિલે પ્રસ્‍તાવિત બે-સ્‍તરીય ૫ ટકા અને ૧૮ ટકા સ્‍લેબને મંજૂરી આપી છે. તે જ સમયે, ૧૨ ટકા અને ૨૮ ટકા સ્‍લેબ દૂર કરવામાં આવ્‍યા છે. જોકે, બેઠકના પરિણામની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

સૂત્રના જણાવ્‍યા મુજબ, જીએસટી કાઉન્‍સિલે બુધવારે ૨,૫૦૦ રૂપિયા સુધીના ફૂટવેર અને વષાને પાંચ ટકાના ટેક્‍સ સ્‍લેબમાં મૂકવાનો નિર્ણય લીધો છે. અત્‍યાર સુધી, ફક્‍ત ૧,૦૦૦ રૂપિયા સુધીના જૂતા અને વષાો પર જ પાંચ ટકાના દરે કર લાગતો હતો, જ્‍યારે તેનાથી ઉપરની કિંમતના ઉત્‍પાદનો પર ૧૨ ટકા કર લાગતો હતો. જીએસટી સંબંધિત બાબતો પર નિર્ણય લેતી સર્વોચ્‍ચ સંસ્‍થા, જીએસટી કાઉન્‍સિલમાં લેવાયેલા આ નિર્ણય પછી, ૨,૫૦૦ રૂપિયા સુધીના ફૂટવેર અને વષાો હવે સસ્‍તા થશે.

મનીકન્‍ટ્રોલના સમાચાર અનુસાર, કાઉન્‍સિલની બેઠકમાં ૧૨ અને ૨૮ ટકાના ટેક્‍સ સ્‍લેબને નાબૂદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ બે શ્રેણીઓમાં મોટાભાગની પ્રોડક્‍ટ્‍સને અનુક્રમે પાંચ અને ૧૮ ટકાના સ્‍લેબમાં ખસેડવામાં આવશે. આ પગલાથી ગ્રાહકોને સીધી રાહત મળવાની સાથે સાથે વષો અને ફૂટવેર ઉદ્યોગને પ્રોત્‍સાહન મળવાની અપેક્ષા છે.

નાના વ્‍યવસાયોને રાહત આપવા માટે જીએસટી કાઉન્‍સિલે અનેક સુધારાઓને મંજૂરી આપી છે, જેમાં બિન-જોખમી વ્‍યવસાયો માટે નોંધણી પ્રક્રિયા ઘટાડીને ત્રણ દિવસ કરવી, પહેલાથી ભરેલા રિટર્ન માટેના પ્રસ્‍તાવ પર કામ કરવું અને કાપડ, રસાયણો, ખાતરો અને ફાર્મા જેવા ક્ષેત્રો માટે સાત દિવસનું રિફંડ શામેલ છે.(૩૮.૧૧)

(12:11 PM IST)