હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરીબી જોઈ જનેતાએ ખાલી ૧૦૦૦૦માં દીકરો વેચી દીધો
બિહારના મુઝફફરપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા : થોડા દિવસ બાદ માની મમતા જાગી અને તેણે પોતાના બાળકને પાછું લાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચી અને મદદ માગી

મુઝફફરપુર તા.૪: બિહારના મુઝફફરપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. પૈસાની લાલચમાં એક માએ પોતાના જ એક મહિનાના દીકરાને ૧૦ હજાર રૂપિયામાં વેચી દીધું છે. પણ થોડા દિવસ બાદ માની મમતા જાગી અને તેણે પોતાના બાળકને પાછું લાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચી અને મદદ માગી હતી. પછી પોલીસે હસ્તક્ષેપ કરતા આ માસૂમને તેની માતાને પાછું અપાવ્યું હતું.
હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો જિલ્લાના નગર વિસ્તારનો છે. જ્યાં કચ્ચી-પક્કી વિસ્તારમાં રહેતી મનીષા કુમારીનો પતિ મજૂરી કરે છે. પરિવારની હાલત ખૂબ જ ખરાબ હતી. મનીષા ખુદ જવાહર રોડ પર આવેલા એક પરિવારને ત્યાં કામ કરે છે. તો વળી મકાન માલિક અને તેની પત્ની નિસંતાન હતા. મનીષા પ્રસવ બાદ કામ પર પરત ફરી તો મકાન માલિકની નજર તેના માસૂમ દીકરા પર પડી. તેણે મનીષાને લાલચ આપી કે બાળક તેને આપી દે, બદલામાં ૧૦ હજાર રૂપિયા મળશે. ગરીબી અને મજબૂરીની વચ્ચે પહેલા તો મનીષાએ ના પાડી, પણ છેલ્લે લાલચમાં આગ હાર માની અને પોતાના કાળજાના કટકા જેવા દીકરાને સોંપી દીધો.
દીકરો આપ્યા બાદ મનીષાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. માસૂમની કિલકારીઓ, તેનો ચહેરો, બધું જ તેની આંખો સામે તરવા લાગ્યું. જે બાદ મનીષા પોતાની જાતને રોકી શકી નહીં. માનું દિલ આખરે માનું જ હોય છે. બીજા જ દિવસે તે ઓટો પકડીને મકાન માલિકના ઘરે પહોંચી અને હાથ જોડીને દીકરો પાછા આપવા માટે માગ કરી, જો કે ત્યાંથી ના સાંભળવા મળી. મકાન માલિકે દીકરો આપવાની ચોખ્ખી ના પાડી દીધી.
થાકેલી-હારેલી મનીષા મંગળવારે પોલીસ સ્ટેશને પહોંચી. ત્યાં પોલીસ અધિકારી શરત કુમારને આખી કહાની જણાવી. મનીષાની પીડા સાંભળી પોલીસકર્મી પણ ભાવુક થઈ ગયા. તરત કાર્યવાહી કરતા પોલીસે દરોડા પાડી મકાન માલિક પાસેથી માસૂમને લઈ લીધું. સાથે જ મહિલાને તેમના ૧૦ રૂપિયા પણ પાછા આપી દીધા. જેવું બાળક માતાને હાથમાં આવ્યું મનીષા પોક મૂકીને રડવા લાગી. તેણે પોતાના કાળજાના કટકાને છાતીએ વળગાળી રડવા લાગી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસૂ આવી ગયા.
પોલીસ અધિકારી શરત કુમારે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પર તરત કાર્યવાહી કરી અને તેને ન્યાય અપાવ્યો. તેમણે કહ્યું કે, ગરીબી ભલે ગમે તેટલી મોટી હોય, પણ બાળક માતાનો જીવ હોય છે. આ ઘટના સમાજ માટે એક મોટો સબક છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સંતાનોને વેચવા માણસાઈની વિરુદ્ધ છે.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
