હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થોડી તો શરમ રાખોઃ ગણેશ પંડાલમાં ડાન્સર બોલાવી ડાન્સ કરાવ્યો, ગંદી હરકતો જોઈ લોકો લાલઘૂમ
ધાર્મિક માહોલની વચ્ચે મંચ પર ભડકાઉ ગીત પર છોકરીઓના ડાન્સે માહોલ બગાડી નાખ્યો

ખરગોન તા.૪: ગણેશ ઉત્સવ દરમિયાન આખા દેશમાં જ્યાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ રહે છે, ત્યાં હવે મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન આયોજિત એક ઓર્કેસ્ટ્રા કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મી ગીતો પર અમુક છોકરીઓએ અશ્લીલતાની હદ પાર કરી નાખી છે. છોકરીઓએ તુમસે મિલને કે બાદ દિલબર અને આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજીએ, જેવા ગીતો પર અંગ પ્રદર્શન કરતા ઠુમકા લગાવ્યા હતા. વીડિયો વાયરલ થતાં લોકોમાં નારાજગી વધી ગઈ. આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
હકીકતમાં જોઈએ તો, જિલ્લાના મનાસામાં ૩૧ ઓગસ્ટના રોજ જાગૃતિ યુવા મંડળ સમિતિએ ગણેશોત્સવ પર આ આયોજન કર્યું હતું, પણ ધાર્મિક માહોલની વચ્ચે મંચ પર ભડકાઉ ગીત પર છોકરીઓના ડાન્સે માહોલ બગાડી નાખ્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અમુક છોકરીઓ તુમસે મિલને કે બાદ દિલબર અને આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજિએ, જેવા ગીત પર ડાન્સ કરી રહી છે. મંચની નીચે ઊભેલા લોકો આ પ્રદર્શનની મજા લેતા અને વીડિયો બનાવતા દેખાઈ રહ્યા છે. ખુલ્લેઆમ મંચ પર અશ્લીલતાએ લોકોની લાગણીને ઠેસ પહોંચાડી, જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે.
આપને જણાવી દઈએ કે, ગણેશ ઉત્સવ દરમિયાન આખા દેશમાં જ્યાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ રહે છે, તો વળી મનાસા નગરમાં આ આયોજને તહેવારની ગરિમા પર સવાલ ઊભા કરી દીધા છે. કેટલાય સામાજિક અને ધાર્મિક સંગઠનોએ આ પ્રકારની ગતિવિધિઓને તહેવારની પરંપરા વિરુદ્ધ ગણાવી. તેમનું કહેવું છે કે, ગણપતિ પંડાલમાં આ પ્રકારના ડાન્સ કોઈ પણ હાલતમાં સ્વીકારી શકાય નહીં.
વાયરલ વીડિયો પર હોબાળા બાદ હવે પોલીસ પણ હરકતમાં આવી છે. સંગઠનોની ફરિયાદ પર મામલાની તપાસ શરુ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે આયોજનમાં કોની જવાબદારી હતી અને અશ્લીલ ડાન્સ કેમ કરાવ્યો, તેની તપાસ થઈ રહી છે. હાલમાં નીમચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.(૩૮.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
