News of Thursday, 4th September 2025
ભારતમાં રવિવારે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણઃ ભારતમાં દેખાવાનું હોય સૂતક પાળવા માટે અપીલ
પૂર્ણિમાની રાત્રીએ ૯ વાગ્યે ગ્રહણ સ્પર્શ, મધરાત્રીએ ૨.૨૫ વાગ્યે મોક્ષ સંવત વર્ષનું એકમાત્ર ગ્રહણ ભારતમાં દેખાશે, બપોરે ૧ વાગ્યાથી સૂતકની શરૂઆત થશે

મુંબઈ,તા.૦૪: ગણેશોત્સવ પર્વની રંગારંગ ઉજવણી અને આગામી શનિવારે ૬ સપ્ટેમ્બરના રોજ પૂર્ણાહુતિ બાદ તુરંત બીજા જ દિવસે રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમાએ કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. સામાન્ય રીતે ગ્રહણની ખગોળીય ઘટનાને પગલે સામાન્ય જનતામાં કુતૂહલ સાથે વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય હોય રવિવારનું ખગાસ ચંદ્રગ્રહણ મહત્ત્વનું સાબિત થશે. ૭ સપ્ટેમ્બરના રોજ પૂર્ણિમાની રાત્રીએ ૯ વાગ્યે ગહણ સ્પર્શ થશે અને મધરાત્રીએ ૨.૨૫ વાગ્યે મોક્ષ થશે. સંવત વર્ષનું એકમાત્ર ગહણ ભારતમાં દેખાશે અને ગૃહણનું સૂતક બપોરે ૧ વાગ્યાથી શરૂ થઇ જશે.
ભાદરવા માસની પૂર્ણિમાએ કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના આકાર લેશે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમાએ કુંભ રાશિમાં, શતતારા-પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારત તથા એશિયામાંથી દેખાશે. ગૃહણ ધાર્મિક રીતે પાળવાનું રહેશે. રાત્રીએ ૯ વાગ્યે ગૃહણ સ્પર્શ, ૧૧.૪૨ વાગ્યે ગ્રહણ મધ્ય અને મધરાત્રીએ ૨.૨૫ વાગ્યે ગહણ મોક્ષ થશે. હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા જેવા ધાર્મિક કાર્યો વર્જીત ગણવામાં આવે છે. ગ્રહણનું સૂતક શરૂ થતાં જ તેના નિયમો અમલી કરાઈ છે. ચંદ્રગ્રહણનું સૂતક કાળ લગભગ બપોરે ૧ વાગ્યાથી શરૂ થઈ જશે. સૂતક પહેલા જ નાન, દાન, પૂજા જેવા ધાર્મિક કાર્યો પૂર્ણ કરી દેવા જોઈએ. પૂર્ણિમા વ્રત કર્યું હોય તો બીજા દિવસે એટલે કે સોમવારે ૮ સપ્ટેમ્બરે પારણા કરવા જોઈએ. ગ્રહણ વેળાએ મંત્રોનો જાપ, ધ્યાન, પ્રાર્થના શુભદાયી માનવામાં આવે છે. (૪૦.૩)
૨૧ સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ, પણ ભારતમાં દેખાશે નહીં
જ્યોતિષીના જણાવ્યા મુજબ, હિન્દુ સંવત વર્ષમાં કુલ ચાર ગ્રહણ થશે. ગત ૧૪ માર્ચના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ, ૨૯ માર્ચના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થયું હતું. જોકે, આ બન્ને ગ્રહણ ભારતમાં દેખાયા ન હતા. જ્યારે હાલ ત્રીજું ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ ૭સપ્ટેમ્બરે થવાનું છે અને ચાલુ સંવત વર્ષનું આ એકમાત્ર ગ્રહણ ભારતમાં દેખાશે. ત્યાર બાદ ૨૧ સપ્ટેમ્બરના રવિવારે રાત્રીએ કન્યા રાશિમાં, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. જોકે, તે ગ્રહણ દક્ષિણ પેસિફિક, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકામાં જ દેખાશે. તે ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય વેધ કે સૂતક પાળવાનું નથી.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
