<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સોના પર કેટલો GST? ૧ લાખ રૂપિયાનું સોનું કેટલામાં પડશે?

GST કાઉન્‍સિલે તેની ૫૬મી બેઠકમાં સોના અને ચાંદી પર GST દર સમાન રાખવાનો નિર્ણય લીધો

નવી દિલ્‍હી,તા.૦૪: GST કાઉન્‍સિલે તેની ૫૬મી બેઠકમાં સોના અને ચાંદી પર GST દર સમાન રાખવાનો નિર્ણય લીધો. સોના અને ચાંદી પર ૩% GST અને દાગીના બનાવવાના ચાર્જ પર ૫% GST લાગુ રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે ૧ લાખ રૂપિયાનું સોનું અને ચાંદી ખરીદો છો, તો તમારે લગભગ ૩,૦૦૦ રૂપિયા GST ચૂકવવો પડશે.

કાઉન્‍સિલે GST સિસ્‍ટમમાં મોટા ફેરફારોને પણ મંજૂરી આપી. અગાઉના ચાર સ્‍લેબ (કર દર) ને બદલે, હવે ફક્‍ત બે સ્‍લેબ - ૫% અને ૧૮%- લાગુ થશે. ૧૨% અને ૨૮%ના દર દૂર કરવામાં આવ્‍યા છે. આ GST ૨.૦ સુધારાનો એક ભાગ છે, જેનો હેતુ કર પ્રણાલીને સરળ બનાવવા અને વપરાશને પ્રોત્‍સાહન આપવાનો છે.

તે જ સમયે, પરાઠા પરનો કર પણ શૂન્‍ય રહેશે, જ્‍યારે તે હાલમાં ૧૮ ટકા છે. માખણ અને ઘીથી લઈને સૂકા ફળો, કન્‍ડેન્‍સ્‍ડ દૂધ, ચીઝ, અંજીર, ખજૂર, એવોકાડો, સાઇટ્રસ ફળો, સોસેજ અને માંસ, ખાંડ આધારિત કન્‍ફેક્‍શનરી, જામ અને ફળ જેલી, નારિયેળ પાણી, નમકીન, ૨૦-લિટર બોટલમાં પેક કરાયેલ પીવાનું પાણી, ફળોનો પલ્‍પ અથવા રસ, દૂધ, આઈસ્‍ક્રીમ, પેસ્‍ટ્રી અને બિસ્‍કિટ, કોર્ન ફલેક્‍સ અને અનાજ આધારિત પીણાં અને ખાંડ આધારિત મીઠાઈઓ વર્તમાન ૧૨ ટકા અથવા ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે.

ટૂથ પાવડર, દૂધની બોટલો, રસોડાના વાસણો, છત્રીઓ, વાસણો, સાયકલ, વાંસના ફર્નિચર અને કાંસકા જેવા ગ્રાહક માલ પરના કર દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્‍યા છે. શેમ્‍પૂ, ટેલ્‍કમ પાવડર, ટૂથપેસ્‍ટ, ટૂથબ્રશ, ફેસ પાવડર, સાબુ અને વાળના તેલ પરના કર દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્‍યા છે.(૪૦.૨૦)

 

(10:08 AM IST)