News of Thursday, 4th September 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૯૭
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર
પ૪ર૭૬
વિધિ-૯૭:‘‘અંતરીક્ષને પોતાનું
જ આનંદ શરીર માનો''
પરંતુ તમે આ કેવી રીતે મહેસુસ કરશો? તમને તો ખબર જ નથી કે આનંદ શું છે તો તમે એની કલ્પના કેવી રીતે કરશો? એ વધુ સારૂ રહેશે કે તમે પહેલા અનુભવ કરો કે આખું આકાશ મોૈનથી ભરાઇ ગયું છે, આનંદથી નહી. આકાશને મોૈનથી ભરેલું અનુભવ કરો.
આમાં પ્રકૃતિ મદદ કરશે કારણ કે પ્રકૃતિમાં ધ્વનિઓ પણ મોૈન હોય છે. શહેરોમાં તો મોૈન પણ બકોરથી ભરેલું હોય છે. પ્રાકૃતિક ધ્વનિઓ મોૈન હોય છે કારણ કે તેઓ વિધ્ન નાખતા નથી પણ તે લયબધ્ધ હોય છે. તો એવું ના વિચારો કે અનિવાર્યરૂપે ધ્વનિનો અભાવ છે. ના એક સંગીતમય ધ્વનિ મોૈન હોઇ શકે છે કારણ કે તે એટલો લયબધ્ધ હોય છે કે તે તમને વિચલિત કરતો નથી પરંતુ તે તમારા મોૈનને ગહન કરે છે. તો જયારે પ્રકૃતિમાં જાઓ છો તો તે વહેતા પવનના થપેડા, ઝરણા, નદી કે બીજા જે અવાજ છે તે લયબધ્ધ હોય છે, તેઓ એક પૂર્ણનું નિર્માણ કરે છે. તે અવરોધ નથી કરતા. એમને સાંભળવાથી તમારૂ મોૈન વધુ ગહેરૂ થઇ શકે છે.
તો પહેલા એ મહેસુસ કરો કે આખું આકાશ મોૈનથી ભરાઇ ગયું છે. ગહેરાથી ગહેરો અનુભવ કરો કે આકાશ વધુ શાંત થઇ જઇ રહ્યું છે કે આકાશે મોૈન થઇને તમને ઘેરી લીધા છે.
અને જયારે તમને એવું લાગે કે આકાશ મોૈનથી ભરાઇ ગયું છે ત્યારે ફકત આનંદથી ભરાવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેમ જેમ મોૈન ગહન થતું જશે તેમ તેમ તમને આનંદની પહેલી ઝલક મળશે. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
