News of Friday, 5th September 2025
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ: એક એન્જીન હવામાં જ બંધ થઇ ગયું :161 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમે એરપોર્ટ પર જવાબદારી સંભાળી લીધી: સદનસીબે, વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારાયુ

નવી દિલ્હી : એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચેલી ફ્લાઇટનું એક એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું, ત્યારબાદ વિમાનને કટોકટીની સ્થિતિમાં ઉતારવામાં આવ્યું હતું. તેમાં 161 લોકો સવાર હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ (AXB 1028) અંગે ઇન્દોર એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો જ્યારે પાયલોટે ATCને જાણ કરી કે વિમાનનું એક એન્જિન બંધ થઈ ગયું છે. માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમે એરપોર્ટ પર જવાબદારી સંભાળી લીધી. સદનસીબે, વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે દિલ્હીથી ઇન્દોર આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
એટીસી કંટ્રોલ તરફથી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. વિમાન સવારે 09.54 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું. મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. વિમાન હાલમાં રનવે-02 પર પાર્ક કરવામાં આવ્યું છે અને ટેકનિકલ ટીમ ખામીની તપાસ કરી રહી છે.
આ વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું જેમાં એકમાત્ર મુસાફર સિવાય બધાના મોત થયા હતા. લંડન જતી વિમાનના બંને એન્જિન ટેકઓફ થયા પછી તરત જ બંધ થઈ ગયા હતા. વિમાન મેડિકલ કોલેજ કેમ્પસમાં પડી ગયું હતું. ઘટનાસ્થળે હાજર ઘણા લોકો પણ તેની અસરથી મૃત્યુ પામ્યા હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
