<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

પીએમ મોદી અમેરિકા નહીં જાય

વિદેશ મંત્રી જયશંકર યુએનજીએમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે : સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભાનું ૮૦મું સત્ર ૯ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે. આ પછી, ઉચ્‍ચ સ્‍તરીય બેઠક ૨૩ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી ચાલશે

 

નવી દિલ્‍હી તા.૬: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ વર્ષના અંતમાં યોજાનારી સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમના સ્‍થાને વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકા જશે. બેઠકના વક્‍તાઓની સુધારેલી યાદી જાહેર થયા બાદ આ માહિતી પ્રકાશમાં આવી છે.

સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભાનું ૮૦મું સત્ર ૯ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે. આ પછી, ઉચ્‍ચ સ્‍તરીય બેઠક ૨૩ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી ચાલશે. આ બેઠકમાં પ્રથમ વક્‍તા બ્રાઝિલ હશે, જ્‍યારે આ પછી અમેરિકા મહાસભાને સંબોધિત કરશે.

યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૨૩ સપ્‍ટેમ્‍બરે યુએનજીએ પોડિયમ પરથી વૈશ્વિક નેતાઓને સંબોધિત કરશે. તેઓ રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત સંયુક્‍ત રાષ્ટ્ર સત્રને સંબોધિત કરશે.

વિદેશ મંત્રી જયશંકર ૨૭ સપ્‍ટેમ્‍બરે ભારત તરફથી સત્રને સંબોધિત કરશે. પરંતુ આ પહેલા, જુલાઈમાં જાહેર કરાયેલ વક્‍તાઓની યાદીમાં પીએમ મોદીનું નામ સામેલ હતું. તે યાદી અનુસાર, પીએમ મોદી ૨૬ સપ્‍ટેમ્‍બરે યુએનજીએને સંબોધિત કરવાના હતા. જોકે, વક્‍તાઓની આ યાદીમાં વધુ સુધારો કરી શકાય છે.(૩૮.૯)

(10:02 AM IST)