<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જીએસટીના નવા સ્‍લેબ બાદ જુની ક્રેડિટનો ઉપયોગ કરી શકાશે

જોકે, બાકી રહેલી ક્રેડીટ રીફંડપાત્ર ન હોવાથી વિવર્સની કરોડોની ક્રેડીટ જામ થવાની સંભાવના

 

મુંબઈ,તા.૦૬: જીએસટીના નવા સ્‍લેબની જાહેરાતના પગલે વ્‍યવસાયી વેપારી વર્તુળોમાં અગાઉની કરોડો રૂપિયાની જુની ક્રેડીટ જામ થવાની સમસ્‍યાનો સામનો કરવાનો વારો આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.જો કે કરવેરા નિષ્‍ણાંત વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ લેઝરમાં જે ક્રેડીટ જમા હશે તે ૨૨મી સપ્‍ટેમ્‍બર બાદ પણ વ્‍યવસાયી મેળવી શકશે.

જીએસટી સ્‍લેબમાં ફેરફારની જાહેરાતના પગલે હવે જુની ક્રેડીટના મુદ્દે ટ્ટ ક્રેડીટ જામનો ઈસ્‍યુ સામે આવે તો નવાઈ નહીં.જેથી અગાઉની ક્રેડીટના મુદ્દે વેપારી વર્ગમાંથી સવાલ ઉઠવા પામ્‍યો છે. જીએસટી દરમાં ફેરફાર પહેલાં કરદાતા કોઈપણ ખરીદી માટે તત્‍કાલીન સમયે અમલમાં રહેલા જીએસટી દરના ટ્ટ આધારે ટેક્‍સ ક્રેડીટનો દાવો કરી શકે છે. જો કોઈ કરદાતા વ્‍યવસાયીએ ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ કોઈ ચીજવસ્‍તુ ખરીદીને ૧૨ ટકા જીએસટી ચુકવ્‍યો હોય તો તે સંપુર્ણપણે ૧૨ ટકાને ટેક્‍સ ક્રેડીટ મેળવવા દાવો કરી શકે છે. કરદાતાએ વાસ્‍તવિક ચુકવેલા ટેક્‍સ માટે ક્રેડીટ મળે છે નવા નીચા ટેક્‍સ દર માટે નહીં. સી.એ સુનય જરીવાલાએ કહ્યું કે, જો કોઈ વ્‍યવસાયીની આખરી પ્રોડક્‍ટ નવા સ્‍લેબ મુજબ જીએસટીમાંથી મુક્‍તિ મેળવે છે તો તેમના ખાતામાં રહેલા કોઈપણ ઈમ્‍પુટ ટેક્‍સ ક્રેડીટ પાછા આપવાની જરૂર પડશે.જે પ્રોડક્‍ટ સાથે સંબંધિત છે.કારણ કે ક્રેડીટનો હેતુ વ્‍યવસાયીના અંતિમ ઉત્‍પાદન પર અસ્‍તિત્‍વમાં ન હોય તેવા ટેક્‍સને ઓફસેટ ઉપયોગ કરી શકશે. જીએસટી ટેક્‍સ દરમાં ફેરફાર માટે કોઈ રીફંડનો દાવો કરી શકાતો નથી.જીએસટી કાયદામાં ઈન્‍વર્ટેડ ડયુટી સ્‍ટ્રકચર (જ્‍યાં કાચા માલ પરનો કરવાનો હતો. જો કે ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલાં વેચાણ કરેલી પ્રોડક્‍ટ પરના કોઈપણ ટેક્‍સ ચુકવવા કરદાતાએ હાલની ટેક્‍સ ક્રેડીટનો ટેક્‍સ અંતિમ ઉત્‍પાદન પર ટેક્‍સ કરતા વધુ હોય છે. તેવી પરિસ્‍થિતિમાં ટેક્‍સ ક્રેડીટના રીફંડ માટે ખાસ જોગવાઈ છે.અલબત્ત આ નિયમ ચોક્કસ જીએસટી દર ફેરફાર પર લાગુ પડતો નથી. આ કાયદો કરદાતાની પરિસ્‍થિતિને સમાન ઉત્‍પાદન માટેના દરમા ફેરફાર તરીકે જુવે છે ફેરફાર કરેલા ડ્‍યુટી માળખા તરીકે નહીં.તેથી આ દરમાં ફેરફારના કારણે કોઈપણ બાકી રહેલી ટેક્‍સ ક્રેડીટ રીફંડ માટે પાત્ર નથી.(૪૦.૧૨)

(10:07 AM IST)