News of Saturday, 6th September 2025
ટિયાગો ૭૫ હજાર, પંચ ૮૫ હજાર, નેક્સોન ૧.૫૫ લાખ સુધી સસ્તી
GSTમાં છૂટ બાદ TATAએ કારની કિંમતમાં કર્યો ઘટાડો

નવી દિલ્હી,તા.૦૬: GST સ્લેબમાં સુધારા પછી દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે આજે સત્તાવાર રીતે પોતાની ગાડીઓની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે પોતાની સૌથી સસ્તી કાર ટાટા ટિયાગોથી લઈને એસયૂવી ટાટા સફારી સુધી તમામ વાહનોની કિંમતમાં ફેરફાર કર્યો છે. કારની કિંમતમાં કરવામાં આવેલો ઘટાડો આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી દેશભરના ડીલરશીપ પર લાગૂ થશે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર ચંદ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી લાગૂ થનાર પેસેન્જર વ્હીકલ્સ પર GSTમાં ઘટાડો એક પ્રગતિશીલ અને સમયાનુકૂલ નિર્ણય છે. જેનાથી દેશભરમાં લાખો લોકો માટે વ્યક્તિગત મોબિલિટી વધુ સુલભ થશે.
કઈ કારની કિંમતમાં કેટલા રૂપિયાનો ઘટાડો થયો?
ટિયાગો (નાની કાર) ૭૫,૦૦૦ રૂપિયા, ટિગોર (નાની કાર) ૮૦,૦૦૦ રૂપિયા, અલ્ટ્રોઝ (નાની કાર) ૧.૧૦ લાખ રૂપિયા, પંચ (કોમ્પેક્ટ એસયુવી) ૮૫,૦૦૦ રૂપિયા, નેક્સોન (કોમ્પેક્ટ એસયુવી) ૧.૫૫ લાખ રૂપિયા, કર્વ (મિડ-સાઇઝ એસયુવી) ૬૫,૦૦૦ રૂપિયા, હેરિયર (પ્રીમિયમ એસયુવી) ૧.૪૦ લાખ રૂપિયા, સફારી (પ્રીમિયમ એસયુવી) કિંમતમાં ૧.૪૫ લાખ રૂપિયા
નોંધ - કારની એક્ચુઅલ પ્રાઇઝિંગ માટે તમારા નજીકના ડીલરશીપનો સંપર્ક કરો.
૧૨૦૦ સીસી સુધી પેટ્રોલ/સીએનજી કાર અને ૧૫૦૦ સીસી સુધી ડીઝલ કાર (લંબાઈ ૪ મીટર સુધી) પર હવે ૧૮ ટકા GST લાગશે જ્યારે ૧૨૦૦ સીસીથી ઉપરના એન્જિન અને ૪ મીટરથી લાંબી કાર પર GST ૪૦ ટકા રહેશે. આ નવી GST દરો ૨૨ સપ્ટેમ્બર (નવરાત્રીના પહેલા દિવસે) થી લાગુ થશે.(૪૦.૬)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
