News of Saturday, 6th September 2025
પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોનાં મોત : પેસેન્જર રોપવે પણ બંધ :જાણો કઈ રીતે સર્જાઈ દુર્ઘટના
ચાર નંબરના રોપવેના પીલ્લરમાં કોઇ દુર્ઘટના સર્જાતા રોપવે ભયજનક સ્પીડે નીચે તરફ ધસવા લાગ્યો હતો. ત્રણ નંબરના પિલ્લર સાથે અથડાઇને નીચે ખાબક્યો

પંચમહાલના પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોનાં મોત નિપજ્યાં છે. રોપ-વેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોના મોત નીપજ્યા છે. પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી લઇ જવા માટે અલગથી ગુડ્સ રોપ-વે બનાવવામાં આવ્યો હતો. આ રોપવેમાં મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન પણ લઈ જવાઇ રહ્યો હતો. જેમાં બાંધકામ માટેનો સામાન લઇ જવા દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર ચાર નંબરના રોપવેના પીલ્લરમાં કોઇ દુર્ઘટના સર્જાતા રોપવે ભયજનક સ્પીડે નીચે તરફ ધસવા લાગ્યોહ તો. ત્રણ નંબરના પિલ્લર સાથે અથડાઇને નીચે ખાબક્યો હતો.
પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટવાની ઘટના સામે આવી છે. માલ સમાન ચઢાવવા રોપ-વેનો રોપ તૂટતાં ઘટી દુર્ઘટના સર્જાઇ હતી. જો કે દુર્ઘટનામા 6 લોકોનાં મોત નિપજ્યાં છે. માલ સામાન ઉતારવા માટે રોપવેમાં માલની સાથે જ જઇ રહેલા શ્રમજીવીઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન ઉપર લઈ જવાતો હતો ત્યારે સમગ્ર દુર્ઘટના સર્જાઇ હતી. આ અલાયદો રોપવે છે જે માત્ર અને માત્ર મંદિર માટે સામાન ચઢાવવા માટે વપરાતો હતો. આ રોપવે નીચે પટકાતા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે. હાલ તો મામલતદાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે છે.
પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બનતા ગુજરાતમાં ફરી એકવાર દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. રોપ વેનો તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પહેલાથી જ બંધ હતો.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
