હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્રિકેટ મેચ રમી રહેલી ટીમો પર બ્લાસ્ટ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વિસ્ફોટ : એકનું મોત અને અનેક ઘાયલ :જુઓ વિડીયો
પાકિસ્તાનના બાજોર જિલ્લાના કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલા હુમલામાં IEDનો ઉપયોગ કરાયો : બાળકો સહિત ઘણા ઘાયલોની હાલત ગંભીર : હુમલાની જવાબદારી કોઈ આતંકી જૂથે લીધી નથી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે એક ક્રિકેટ મેચ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટથી સમગ્ર મેદાનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ડોન અખબારના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ બાજોર જિલ્લાની ખાર તહસીલના કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો. જિલ્લાના પોલીસ અધિકારી વકાસ રફીકે જણાવ્યું કે આ એક લક્ષિત હુમલો હતો અને તેને 'ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ' (IED) દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ સુરક્ષા અધિકારીઓએ એક પોલીસ સ્ટેશન પર પણ થયેલા હુમલાની પુષ્ટિ કરી છે. કથિત આતંકીઓએ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ નિશાન ચૂકી જવાથી કોઈ મોટું નુકસાન થયું ન હતું.
હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વધારી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
