હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્રભાઇ મંગળવારે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે
સમગ્ર સભ્યમાં પૂરથી ૪૬ લોકોના મોતઃ લાખો હેકટર વિસ્તારની પાક ઘોવાયા

નવી દિલ્હી : હાલ સમગ્ર પંજાબ ભયાવહ પૂરની ઝપેટમાં છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ કુદરતી આફતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે, જ્યારે 1.75 લાખ હેક્ટર વિસ્તારમાં ઊભેલો પાક બરબાદ થઈ ગયો છે અને 23 જિલ્લાનાં 1,996 ગામો પૂરનાં પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પંજાબનાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 9 સપ્ટેમ્બરના રોજ પંજાબનાં પૂરગ્રસ્ત જિલ્લા ગુરદાસપુરની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.
પૂરની પરિસ્થિતિ વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂરને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે, જ્યારે 1.75 લાખ હેક્ટર કૃષિ જમીન પર ઊભેલા પાક પાણીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભારે વરસાદને કારણે પંજાબમાં વહેતી રાવી, સતલુજ અને બિયાસ નદીઓમાં ઘોડાપૂર આવ્યું. આ સાથે જ, તાજેતરના દિવસોમાં પંજાબમાં થયેલા ભારે વરસાદે પરિસ્થિતિને વધુ પડકારરૂપ બનાવી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
