હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાપાનના વડાપ્રધાન ઇશિબાનું અચાનક રાજીનામું : સત્તાધારી ગઠબંધન સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવતા લીધો મોટો નિર્ણય
પક્ષમાં આંતરિક કલહ અને મોંઘવારીને કારણે ટીકાઓનો સામનો કરી રહેલા ઇશિબા પર દબાણ વધ્યું : દેશમાં રાજકીય અસ્થિરતાનો ખતરો

જાપાન: જાપાનના રાજકારણમાં એક મોટો ઉલટફેર થયો છે, કારણ કે જાપાનના વડાપ્રધાન ઇશિબાએ પદ છોડવાનો નિર્ણય લીધો છે. આ રાજીનામાનું મુખ્ય કારણ સત્તાધારી ગઠબંધનનું સંસદના ઉપલા ગૃહમાં બહુમતી ન મેળવી શકવું છે. વર્ષ ૧૯૫૫ પછી પ્રથમવાર એવું બન્યું છે કે ગઠબંધન સરકાર સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવીને લઘુમતીમાં આવી ગઈ છે. આ ઘટનાને કારણે ઇશિબા પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું હતું, જેનું પરિણામ હવે આવ્યું છે.
આ કારણોસર લીધો પદ છોડવાનો નિર્ણય
જાપાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઇશિબાએ વડાપ્રધાન પદ છોડવાનો નિર્ણય સત્તાધારી પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માં પડતી ફૂટને અટકાવવા અને પક્ષને વિભાજિત થતો બચાવવા માટે કર્યો છે. પક્ષમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક કલહ અને રાજકીય ભંડોળ ઉઘરાવવાના તેમજ અન્ય કૌભાંડોના આરોપોને કારણે ઇશિબાને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દબાણને કારણે જ ઇશિબાએ પદ છોડવાનો નિર્ણય લીધો છે.
રાજીનામાની શું અસર થશે?
જણાવી દઈએ કે ઇશિબાના રાજીનામાથી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માં ઉત્તરાધિકારની લડાઈ શરૂ થઈ શકે છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો જાપાનમાં રાજકીય અસ્થિરતા વધી શકે છે. શિગેરૂ ઇશિબાએ ઓક્ટોબર ૨૦૨૪માં પદ સંભાળ્યું હતું. ફુમિયો કિશિદાના રાજીનામા બાદ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સરકારને મોંઘવારી અને આર્થિક સમસ્યાઓને કારણે પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નવા જમણેરી પક્ષો તરફથી પણ ઇશિબા સરકારને કડક પડકાર મળી રહ્યો હતો.
ચૂંટણીમાં કેવી રીતે મળી હાર?
જાપાનમાં જુલાઈ ૨૦૨૫માં ઉપલા ગૃહ (હાઉસ ઓફ કાઉન્સિલર્સ)ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને ગઠબંધનમાં સામેલ કોમેઇતોને બહુમતી મળી નહોતી. ગઠબંધનને ચૂંટણી જીતવા માટે ૫૦ બેઠકોની જરૂર હતી, પરંતુ તેને ફક્ત ૪૭ બેઠકો પર જ જીત મળી હતી. ઉપલા ગૃહમાં મળેલી આ હારની અસર નીચલા ગૃહ પર પણ પડી અને ત્યાં પણ ગઠબંધન હારી ગયું. LDP એ પહેલીવાર બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
