<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

આ હેલીકોપ્‍ટર એરલેક એરપોર્ટની પશ્‍ચિમમાં દુર્ઘટનાગ્રસ્‍ત બનેલ

અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશઃ તમામ મુસાફરોના મોત

નવી દિલ્‍હીઃ   હાલ 2025નું વર્ષ હવાઈ દુર્ઘટનાનું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 લોકોના મૃત્યુ થયા હતા. હવે અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટમાં સવાર તમામ મુસાફરોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે 2.45 કલાકે બની હતી.

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરની ઓળખ રોબિન્સન R66 તરીકે થઈ હતી. આ હેલિકોપ્ટર એરલેક એરપોર્ટની પશ્ચિમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ઘટનાસ્થળે પહોંચેલા કર્મચારીઓએ જોયું કે હેલિકોપ્ટર સંપૂર્ણપણે આગમાં લપેટાયેલું હતું. દુર્ઘટનામાં સવાર એક પણ મુસાફર જીવિત ન હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

હેલિકોપ્ટરની તપાસ અને દુર્ઘટનાના કારણો શોધવા માટે અધિકારીઓ સંપૂર્ણ રીતે લાગી ગયા છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા મુજબ, દુર્ઘટનાનું સ્થળ બિન-રહેણાંક અને બિન-વ્યાવસાયિક ક્ષેત્રમાં છે અને જમીન પર કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર મળ્યા નથી.

(1:17 PM IST)