<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

મુંબઈગરાઓના લાડકા પ્રખ્યાત લાલબાગચા રાજા ગણપતિનું વિસર્જનના વિઘ્નને દૂર કરવા પહોંચ્યું કોસ્ટગાર્ડનું હૅલિકૉપ્ટર

લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન ભરતીના કારણે મોડું થયું: છેલ્લા 6 કલાકથી પણ લાલબાગચા રાજા ગિરગાંવના દરિયા વચ્ચે બેઠેલા જોવા મળ્યા

લાખો મુંબઈગરાઓના લાડકા પ્રખ્યાત લાલબાગચા રાજા ગણપતિનું વિસર્જન આ વર્ષે સમુદ્રમાં આવેલી ભરતીને લીધે રખડી પડ્યું હતું. લાલબાગચા રાજાની શોભાયાત્રા શનિવારે (6 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. આ પછી, લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા આખી રાત શરૂ રહી, જોકે સવારે 8 વાગ્યાની આસપાસ ગિરગાંવ ચોપાટી પર પહોંચ્યા, તે દરમિયાન વિસર્જન માટે એક ખાસ ઓટોમેટિક તરાપો બનાવવામાં આવ્યો હતો. જોકે, આ તરાપા પર બાપ્પાની મૂર્તિ ન મૂકવામાં આવી હોવાથી વિસર્જનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણે, લાલબાગચા રાજાનું વિસર્જન ક્યારે થશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

ભારતીય ગાર્ડનું હૅલિકૉપ્ટર બાપ્પાની મૂર્તિ ઉપર ઉડતું જોવા મળી રહ્યું છે. 

લાલબાગ ચા રાહ ગિરગાંવ ચોપાટી ખાતે છેલ્લા 6 કલાકથી પણ લાલબાગચા રાજા ગિરગાંવના દરિયા વચ્ચે   બેઠેલા જોવા મળી રહ્યા છે. 

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન ભરતીના કારણે મોડું થયું હતું. દરમિયાન અહીં એક ખાસ ઓટોમેટિક તરાપો લાવવામાં આવ્યો હતો, જેના પર બાપ્પાની મૂર્તિંએ બેસાડી વિસર્જન કરવામાં માટે લઈ જવામાં આવી રહી છે

આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડનું હૅલિકૉપ્ટર લાલબાગચા રાજાની મૂર્તિની ઉપર ઉડતું જોવા મળ્યું હતું. જેથી હવે શું આ હૅલિકૉપ્ટરની મદદથી બાપ્પાનું વિસર્જન થશે તે જોવાનું રહેશે

 

(5:25 PM IST)