હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમ્યાન ચાર લોકો પાણીમાં તણાયા : ૧૩ લોકો લાપતા :વીજ કરન્ટ લાગતા એકનું મૃત્યુ અને પાંચ ઘાયલ
અનંત ચતુર્દશીના વિસર્જન દરમ્યાન રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ: નદી, તળાવો સહિત કુદરતી સ્રોતમાં પાણીનું સ્તર પણ વધી ગયું

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશવિસર્જન ધૂમધામપૂર્વક પાર પડ્યું હતું. જોકે વિસર્જન દરમ્યાન રાજ્યમાં પાલઘર સહિતના અન્ય જિલ્લાઓમાં ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હોવાનો તથા ૧૩ લોકો ગૂમ થયા હોવાનો ગમગીની બનાવ બન્યો હતો. એ સિવાય મુંબઈના કુર્લામાં ગણેશમૂર્તિના વિસર્જન દરમ્યાન રવિવારે સવારના વીજળીના વાયરના સંપર્કમાં આવવાથી એકનું મૃત્યુ થયું હતું તો પાંચ જણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
મુંબઈના કુર્લા પરિસરમાં રવિવારે ૧૦.૪૫ વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં સાકીનાકાના ખૈરાણી રોડ પર વિસર્જન યાત્રા દરમ્યાન જોખમી રીતે લટકતા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં ગણેશ મૂર્તિ આવી ગઈ હતી. તેને કારણે મૂર્તિ પાસે રહેલા છ ગણેશ ભક્તોને વીજળીનો શોક લાગ્યો હતો. તેમને તરત નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તો તેમાંથી એકને પાલિકા સંચાલિત સેવન હિલ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જોકે સારવાર મળે તે અગાઉ જ ૩૬ વર્ષના બિનુ સુુખુમરન ખુમરાનનું મૃત્યુ થયું હતું. તો બાકીના પાંચ લોકોની તબિયત સ્થિર છે અને તેમના પર સારવાર ચાલી રહી છે, જેમાં ૨૦ વર્ષના સુભાંશુ કામત, ૨૦ વર્ષના તુષાર ગુપ્તા, ૪૯ વર્ષના ધરમરાજ ગુપ્તા, ૧૪ વર્ષનો કરન કનોજીયા અને છ વર્ષા બાળક અનુષ ગુપ્તાનો સમાવેશ થાય છે.
રાજ્યના પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ઘટનામાં વિસર્જન દરમ્યાન પાણીમાં ચાર લોકો ડૂબી ગયા હતા. બે લોકો વાકી ખુરાડમાં આવેલી ભામા નદીમાં તણાઈ ગયા હતા. એક યુવક શેલ પિમ્પલગાવમાં પાણીમાં તણાઈ ગયો હતો. તો ચોથો બનાવ પુણે ગ્રામિણ વિસ્તારમાં બિરવાડીમાં બન્યો હતો, જેમાં એક યુવક કૂવામાં વિસર્જન સમયે લપસીને પડી ગયો હતો. આ ચાર દુર્ઘટનામાંથી મે જગ્યાએ જ રવિવાર મોડે સુધી બેના જ મૃતદેહ હાથ લાગ્યા હતા. તો અન્ય બેનો કોઈ પત્તો લાગ્યો નહોતો
રાજ્યના નાંદેડ જિલ્લાના ગડેગાંવમાં આવેલી નદીમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા, તેમાંથી એકને બચાવી લેવામાં સફળતા મળી હતી. તો બીજા બેનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નાશિકમાં પણ વિસર્જન દરમ્યાન ચાર લોકો તણાઈ ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ સિન્નારમાં હાથ લાગ્યો હતો. જળગાંવમાં જુદા જુદા બનાવમાં ત્રણ લોકો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક પોલીસને જણાવ્યા મુજબ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
થાણે જિલ્લામાં વિસર્જન જુદા જુદા વિસ્તારમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા, તેમાંથી એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાકીના લોકોની મોડે સુધી શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અમરાવતી જિલ્લામાં પણ ગણેશમૂર્તિના વિસર્જન દરમ્યાન એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારે અનંત ચતુર્દશીના વિસર્જન દરમ્યાન રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને નદી, તળાવો સહિત કુદરતી સ્રોતમાં પાણીનું સ્તર પણ વધી ગયું હતું, તેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તહેતાન કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
