હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ અમેરિકામાં હરિયાણાના યુવાનની ગોળી મારીને હત્યા

કેલિફોર્નિયા તા.૮: અમેરિકામાં હરિયાણાના એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ યુવક ૨૦૨૨ માં ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયો હતો. યુવકને ખુલ્લામાં પેશાબ કરતા અટકાવવા માટે ગોળી મારી દેવામાં આવી હતી.
મૃતક વ્યક્તિ ૨૫ વર્ષનો કપિલ હરિયાણાના જીંદનો રહેવાસી હતો. તે ૨૦૨૨માં ડંકી રૂટ દ્વારા ૪૫ લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયો હતો. અમેરિકામાં, તેણે એક વ્યક્તિને ખુલ્લામાં પેશાબ કરવાની ના પાડી હતી, જેના કારણે તેને ગોળી મારી દેવામાં આવી હતી.
ફાયરિંગને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયો. નજીકના લોકોએ આ ઘટના વિશે પોલીસને જાણ કરી. આ પછી, પોલીસે ૨૬ વર્ષીય કપિલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો.
તે જીંદના બારાહ કાલા ગામનો રહેવાસી હતો અને પરિવારનો એકમાત્ર વારસદાર હતો. પરિવાર ખેતીકામ કરતો હતો.
પરિવારે કપિલને અમેરિકા મોકલવા લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે પરિવાર તેમના એકમાત્ર પુત્રના મૃતદેહને ભારત લાવવા માટે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.(૩૮.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
