હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાલાજી વેફર્સમાં પ્રમોટર્સ ૧૦% હિસ્સો વેચશેઃ સોદાનું મૂલ્યાંકન રૂ. ૪૦,૦૦૦ કરોડ સુધી
કંપનીના સ્થાપક વિરાણી ભાઈઓ - ચંદુભાઈ, કનુભાઈ અને ભીખુભાઈ દેશભરમાં વ્યવસાયનો વિસ્તાર કરવા માટે કંપનીમાં આંશિક હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે

મુંબઇ તા.૮: ગુજરાત સ્થિત કંપની બાલાજી વેફર્સના પ્રમોટર્સ તેમના હિસ્સાના ૧૦ ટકા સુધી વેચવા માટે મુખ્ય ખાનગી ઇક્વિટી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ સોદો રૂ. ૪૦,૦૦૦ કરોડના મૂલ્યાંકન પર થઈ શકે છે.
કંપનીના સ્થાપક વિરાણી ભાઈઓ - ચંદુભાઈ, કનુભાઈ અને ભીખુભાઈ દેશભરમાં વ્યવસાયનો વિસ્તાર કરવા માટે કંપનીમાં આંશિક હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે. આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તાજેતરના ડોલર ૧૦ બિલિયનના મૂલ્યાંકન પર હલ્દીરામ સોદાએ નાસ્તાની શ્રેણીમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આનાથી બાલાજીના પ્રમોટરોએ કંપનીના મૂલ્યાંકનની તપાસ કરી છે. આ વર્ષે માર્ચમાં, હલ્દીરામે આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની, આલ્ફા વેવ ગ્લોબલ અને ટેમાસેકને તેનો ૧૦ ટકા હિસ્સો વેચીને ઼૧ બિલિયન એકત્ર કર્યા.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘‘પરિવાર સંચાલિત કંપની વૃદ્ધિના આગામી તબક્કા માટે વ્યાવસાયિકોને લાવવાનું પણ વિચારી રહી છે.'' નામ ન આપવાની શરતે, વ્યક્તિએ જણાવ્યું હતું કે કંપનીને લિસ્ટેડ કરાવવાની પણ યોજના છે, પરંતુ આ કદાચ ૫ થી ૬ વર્ષ પછી જ થશે.
રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલ રેકોર્ડ મૂડી સાથે, ખાનગી ઇક્વિટી ફંડ્સ ભારતના બ્રાન્ડેડ ગ્રાહક, ટેકનોલોજી અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં તકો શોધી રહ્યા છે. એક અમેરિકન રોકાણકારે કહ્યું કે તેઓ ગ્રાહક કંપનીઓમાં સોદા માટે સક્રિયપણે શોધી રહ્યા છે. તેમણે નામ ન આપવાની શરતે કહ્યું, ‘‘અમે ભારતમાં ઘણી ગ્રાહક કંપનીઓ સાથે સક્રિયપણે વાત કરી રહ્યા છીએ.''
હાલમાં, આ ક્ષેત્રના પ્રતાપ સ્નેક્સ અને બિકાજી ફૂડ્સ આંતરરાષ્ટ્રીય શેરબજારમાં લિસ્ટેડ છે. શુક્રવારે બજાર બંધ થતાં પ્રતાપ સ્નેક્સનું મૂલ્ય રૂ. ૨,૩૭૯ કરોડ હતું, જ્યારે બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલનું કુલ બજાર મૂલ્ય રૂ. ૨૦,૦૫૩ કરોડ હતું. ગુજરાતના રાજકોટમાં મુખ્ય મથક ધરાવતું બાલાજી વેફર્સ બાલાજી બ્રાન્ડ હેઠળ ચિપ્સ, નમકીન અને કન્ફેક્શનરી વેચે છે. કંપની પヘમિ અને મધ્ય ભારતમાં મજબૂત હાજરી ધરાવે છે. બાલાજી વેફર્સ યુકે, યુએસ અને પヘમિ એશિયા સહિત અન્ય બજારોમાં પણ તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.
કેપિટાલાઇન અનુસાર, નાણાકીય વર્ષ ૨૪ માં કંપનીનું ચોખ્ખું વેચાણ અથવા આવક રૂ. ૫,૪૫૩.૭ કરોડ રહ્યું, જે ૨૦૨૩ કરતા ૧૦.૭ ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનો કર પછીનો નફો ૪૧.૪ ટકા વધીને રૂ. ૫૭૮.૮ કરોડ થયો છે. ટ્રેક્સન ડેટા દર્શાવે છે કે તેના બોર્ડમાં આઠ સભ્યો છે, જેમાં વિરાણી ભાઈઓ, કેયુર વિરાણી અને સમીર ચઢ્ઢા, તેમજ સ્વતંત્ર ડિરેક્ટરો મિહિર વિરાણી, મનસુખલાલ ભંડારી અને પ્રણય વિરાણીનો સમાવેશ થાય છે.
IMARC મુજબ, ભારતમાં પેકેજ્ડ ફૂડ માર્કેટનું કદ ૨૦૨૪ માં ડોલર ૧૨૧.૩ બિલિયન હતું અને ૨૦૩૩ સુધીમાં ૬.૫ ટકાના ઘ્ખ્ઞ્ય્ થી વધીને ઼૨૨૪.૮ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
