<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આંખની નીચે દાંત ઊગ્‍યો

ડોક્‍ટરોએ બીમ કમ્‍પ્‍યુટેડ ટોમોગ્રાફી અને થ્રી-ડી એક્‍સ-રે થકી હાડકાની અંદર વધી રહેલા દાંતની તપાસ કરી અને પછી એને કાઢવા માટે સર્જરી કરી હતી

 

 

પટના તા.૮:  જેની આપણે જ નહીં, ડોક્‍ટર પણ કલ્‍પના ન કરી શકે એવી ઘટના પટનાની ઇન્‍દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્‍થામાં ઘટી. અહીં એક વ્‍યક્‍તિ આંખ પાસે સોજો અને ધૂંધળી દ્રષ્ટિની ફરિયાદ લઈને આવી હતી. ડોક્‍ટરોએ પ્રાથમિક તપાસ કરી તો આંખમાં કોઈ જ તકલીફ જણાતી નહોતી. જોકે આંખના સોકેટમાં જે તરફ સોજો લાગતો હતો ત્‍યાં શું છે એ સમજવા એક્‍સ-રે કાઢવામાં આવ્‍યો ત્‍યારે ખબર પડી કે દાંતના ઉપરના પેઢામાંનો દાંત અંદર રિવર્સમાં ઊગી રહ્યો છે. મતલબ કે એ દાંત આંખના હાડકામાં ઘૂસીને ઉપરની તરફ ફેલાઈ રહ્યો હતો. જો આ દાંત હજી થોડોક વધ્‍યો હોત તો દર્દીના વિઝનમાં કાયમી ખામી રહી જાય એવું જોખમ હતું. ડોક્‍ટરોએ બીમ કમ્‍પ્‍યુટેડ ટોમોગ્રાફી અને થ્રી-ડી એક્‍સ-રે થકી હાડકાની અંદર વધી રહેલા દાંતની તપાસ કરી અને પછી એને કાઢવા માટે સર્જરી કરી હતી. આ નાજુક સર્જરી સફળ રહી હતી અને દર્દીની દ્રષ્ટિ બચી ગઈ હતી.(૩૮.૩)

(9:48 AM IST)