<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૯૮

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૯૮:‘‘કોઇ સરલ મુદ્રામાં બન્ને કાંખોના મધ્‍ય-ક્ષેત્ર (વક્ષ-સ્‍થળ)માં ધીમે-ધીમે શાંતી વ્‍યાપ્‍ત થવા દો''

પહેલા પોતાની આંખો બંધ કરી લો અને આખા શરીરનો અનુભવ કરો. પગથી શરૂ કરો. મહેસુસ કરો કે એમાં કયાંય તણાવ નથી. જો તમને લાગે કે કોઇ તણાવ છે તો એક કામ કરો એને તણાવથી ભરી નાખો.

જો તમને લાગે છે કે જમણા પગમાં તણાવ છે તો એ તણાવ જેટલો વધારે કરી શકો એટલો વધારી દો. એને એક ઉંચાઇ  સુધી લઇ જાઓ પછી એકાએક એને ઢીલો મુકી દો કે જેથી તમે એવું મહેસુસ કરી શકો કે ત્‍યાં કેવો વિશ્રામ ઉતરી રહ્યો છે. પછી આખા શરીરમાં જોતા જાઓ કે કયાં કયાં તણાવ છે. જયાં પણ તમને લાગે કે તણાવ છે તેને વધારી  નાખો, કારણ કે તણાવ સધન હોય તો વિશ્રામમાં જવું સરળ બને છે. અધુરા-અધુરામાં તે કઠણ પડે છે કારણે કે ત્‍યારે તમે એને મહેસુસ જ નથી કરી શકતા. એક અતિથી બીજી અતિથી ઉપર  જવું ઘણું સરળ પડે છે. કારણ કે એક અતિ જ બીજી અતિ ઉપર જવાની પરિસ્‍થિતિ ઉભી કરી દે છે.

તો ચહેરા ઉપર જો તમે કોઇ તણાવ અનુભવતા હોવ તો ચહેરાની માંસ-પેશીઓને જેટલી ખેંચી શકતા હોવ એટલી ખેંચો તણાવને એક ઉંચાઇ ઉપર પહોંચાડી દો. એને એક એવી સ્‍થિતિમાં લઇ જાવ કે જયાં હવે વધુ તણાવ થવો સંભવ નથી તો પછી અચાનક ઢીલુ છોડી દો. આ રીતે જુઓ કે શરીરમાં બધા અંગ શાંત-વિશ્રાંત થઇ ગયા છે.

અને ચહેરાની માંસ-પેશીઓ ઉપર વધારે ધ્‍યાન આપો કારણ કે તેઓ તમારા નેવું ટકા તણાવને ઘસડે છે. અને બાકીના શરીરમાં ફકત દસ ટકા જ તણાવ હોય છે. બધા તણાવ મારા મસ્‍તકમાં થાય છે એટલા માટે તમારો ચહેરો એમનો ભંડાર બની જાય છે. તો પોતાના ચહેરા ઉપર જેટલો તણાવ નાખી શકો, શર્માશો નહી, ચહેરાને પુરીરીતે દુઃખી, વિષાદયુકત બનાવી નાખો અને પછી એકાએક ઢીલો છોડી દો. પાંચ મિનીટ માટે આવું કરો કે જેથી તમારા શરીરનું દરેક અંગ શાંત થઇ જાય. આ તમારા માટે બહુ સરળ મુદ્રા છે. તમે એને બેસીને કે પથારીમાં પડીને કે જે તમને સહેલું લાગે તે રીતે કરી શકો છો,  (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:32 AM IST)