News of Monday, 8th September 2025
નેપાળમાં ફેસબુક - યુટયુબ ઉપર પ્રતિબંધ મૂકાતા ભડકો નેપાળમાં દેખાવકારો ઘુસ્યા સંસદમાં : ફાયરિંગ : કાઠમંડુમાં કર્ફયુ
યુવાવર્ગ રસ્તા ઉપર ઉતર્યા : સંસદમાં ઘુસેલા લોકોને વિખેરવા અશ્રુવાયુ - પાણીમારો : પ્રદર્શનમાં ૧નું મોત : ૮૦ને ઇજા

કાઠમંડુ, તા.૮: નેપાળમાં સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ સામે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં હજારો યુવાનોએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યા. તેથી કાઠમંડુમાં કફર્યુ લગાવામાં આવ્યું છે. આ દરમિયાન સેંકડો યુવાનો નેપાળની સંસદમાં ઘૂસી ગયા. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર પણ કર્યો. નેપાળ પોલીસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના નિવાસસ્થાનોની આસપાસ કફર્યુ લગાવી દીધો છે. જેથી દેખાવકારો તેમના નિવાસસ્થાનમાં પ્રવેશ ન કરે. આ હિંસામાં ૧નું મોત થયું છે અને ૮૦ને ઇજા પહોચી છે.
પ્રદર્શનકારીઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી માટે સરકારને દોષી ઠેરવી રહ્યા છે. બિરાટનગર, ભરતપુર અને પોખરામાં પણ વિરોધ પ્રદર્શન થયા. વડાપ્રધાન કેપી ઓલીની સરકારે ૪ સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટયુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂકયો હતો. યુવાનોનું કહેવું છે કે પ્રતિબંધને કારણે અભ્યાસ અને વ્યવસાય પ્રભાવિત થશે.
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દ્વારા માલ વેચનારાઓનો વ્યવસાય બંધ થઈ ગયો. યુટયુબ અને ગિટહબ જેવા પ્લેટફોર્મ કામ ન કરતા હોવાથી બાળકોનું શિક્ષણ મુશ્કેલ બન્યું. વિદેશમાં રહેતા લોકો સાથે વાત કરવી મોંઘી અને મુશ્કેલ બની ગઈ. લોકોમાં રોષ એટલો વધી ગયો કે ઘણા લોકોએ સ્ભ્ફ વડે પ્રતિબંધ તોડવાનો પ્રયાસ કર્યો.
સરકારે TikTok પર પ્રતિબંધ મૂકયો નથી, તેથી લોકોએ આ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરીને આંદોલન શરૂ કર્યું. રાજકારણીઓના બાળકોની લક્ઝરી અને સામાન્ય લોકોની બેરોજગારીની તુલના કરવામાં આવી. #RestoreOurInternet જેવા ઘણા વીડિયો અને હેશટેગ વાયરલ થયા.
યુવાનોએ સ્કૂલ યુનિફોર્મમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો, જેથી એવું લાગતું હતું કે આ યુવાનોનું આંદોલન છે. ૨૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને વિરોધમાં જોડાવાની મંજૂરી નહોતી. તેઓએ સોશિયલ મીડિયા શરૂ કરવા, ભ્રષ્ટાચાર બંધ કરવા, નોકરીઓ અને ઇન્ટરનેટ ઍક્સેસ બંધ કરવાની માંગ કરી.
પ્રદર્શનકારીઓ કાઠમંડુની શેરીઓમાં ઉતરી આવ્યા અને સંસદ સંકુલ તરફ જવા લાગ્યા, ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને કફર્યુ લાદ્યો. નેપાળમાં આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલ પ્રતિબંધ છે. નેપાળના રસ્તાઓ પર હજારો યુવાનો જોવા મળે છે. આ લોકો ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટયુબ અને તોપચેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે યુવાનો ખૂબ ગુસ્સે છે.
નેપાળમાં રસ્તાઓ પર જોવા મળી રહેલી અંધાધૂંધી બાદ, સાવચેતીના ભાગ રૂપે વડાપ્રધાન કેપી સિંહ ઓલી અને રાષ્ટ્રપતિ ગળહની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે રીતે વિરોધીઓએ બેરિકેડ તોડીને સંસદ ભવન અને પ્રતિબંધિત વિસ્તારો તરફ કૂચ કરી હતી તે પછી આ સુરક્ષા વધારવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, પીએમ ઓલીએ કહ્યું છે કે સરકાર પ્લેટફોર્મ અથવા સોશિયલ નેટવર્ક વિરુદ્ધ નથી, પરંતુ અરાજકતા, ઘમંડ અને દેશને નીચું બતાવવાની વળત્તિ વિરુદ્ધ છે. છેલ્લા એક વર્ષથી, સોશિયલ નેટવર્ક કંપનીઓને નેપાળના કાયદા હેઠળ નોંધણી કરાવવા, કર ચૂકવવા અને જવાબદાર બનવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેઓએ જવાબ આપ્યો કે ઁઅમને તમારું બંધારણ ખબર નથી, ત્યારે આ પગલું લેવામાં આવ્યું. ઓલીએ ટીકાકારો પર કટાક્ષ કર્યો કે બુદ્ધિજીવીઓ ફરિયાદ કરે છે કે ચાર નોકરીઓ છીનવાઈ ગઈ છે, તો શું આ રાષ્ટ્રીય ગૌરવ કરતાં મોટી છે? તેમણે સ્પષ્ટતા કરી કે સોશિયલ નેટવર્ક કંપનીઓ એક સાથે ઓપરેટર, મેનેજર અને ગ્રાહક ત્રણેય હોઈ શકતી નથી.(૨૩.૨૮)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
