હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 8th September 2025
દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણુ વળતર
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી, તા.૮: સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મળત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની આવક રૂપે ગણી દાવાની રકમ નિર્ધારિત કરવામાં આવશે. જેના માટે દાવેદાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે લઘુત્તમ વેતન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો આમ નહીં થાય તો આ દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. આ ચુકાદાની નોટિફિકેશન તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને મોકલવામાં આવશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
