હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યહ હૈ ફીટ ઇન્ડિયાઃ મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદો સાથે સાઇકલ ચલાવી

નવી દિલ્હીઃ તા. ૮, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ ભારતીય બનાવટના ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' પહેલના ભાગ રૂપે પ્રતિષ્ઠિત ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથની આસપાસ સંસદ સભ્યો સાથે સાયકલ ચલાવી હતી.
ભારતીય રેલવે સાથે ભાગીદારીમાં દેશભરમાં ૮૦૦૦ સ્થળોએ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનું ૩૯મું સંસ્કરણ યોજવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં, ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક દ્વારા સવારે ૭ વાગ્યે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી આ કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી જેમાં ૧૫૦૦થી વધુ સાયકલ સવારો અને ફિટનેસ ઉત્સાહીઓ હાજર રહ્યા હતા. સન્ડે ઓન સાયકલના આ સંસ્કરણમાં એક નવો ઉમેરો જોવા મળ્યો ‘ગર્વ સે સ્વદેશી' ની ઉજવણી, જેમાં ભારતીય સ્પોર્ટસવેર અને ફિટનેસ બ્રાન્ડ્સે સહભાગીઓ માટે સ્વદેશી વસ્તુઓ સાથે તેમના સ્ટોલ મૂક્યા હતા.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા સંસદ સભ્યોમાં કૃષિ રાજય મંત્રી ભગીરથ ચૌધરી, સંરક્ષણ રાજય મંત્રી સંજય સેઠ, નવીન જિંદાલ, પુરુષોત્તમ રૂપાલા, પ્રભુભાઈ વસાવા, હેમાંગ જોશી, સુભાષ બરાલા, ભોજરાજ નાગ અને રમેશ બિધુડી નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ટ્રેક લંબાઈની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંના એક ભારતીય રેલવેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારતીય રેલવેના ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સાયકલ ચલાવવાની પહેલમાં ભાગ લીધો હતો.
સાયકલિંગ રૂટ પૂર્ણ કર્યા પછી ડો. માંડવિયાએ કહ્યું: ‘‘મને આનંદ છે કે અમારી રવિવારે યોજાતી '' સંડેસ ઓન સાયકલ' પહેલમાં નાગરિકોની ભાગીદારી સતત વધી રહી છે. આ પહેલ હવે જનઆંદોલન બની ગઈ છે અને સક્રિય જીવનશૈલી અપનાવા અંગે લોકોમાં નોંધપાત્ર જાગૃતિ ફેલાઈ છે. આજે મેં ‘ગર્વથી સ્વદેશી' થીમ અંતર્ગત સાંસદો સાથે સાયકલ ચલાવી. આ અવસરે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ ‘મેડ ઇન ભારત' ઉત્પાદનોનો ઉપયોગ કરે.''
‘‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલનો ભાગ બનવાનો મને આનંદ છે. આજે, ભારત સરકાર અને રમતગમત મંત્રાલય દ્વારા દેશભરમાં ૮૦૦૦થી વધુ સ્થળોએ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણા પ્રધાનમંત્રીએ ૨૦૧૯માં ફિટ ઇન્ડિયાની શરૂઆત કરી હતી અને આપણા રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિસેમ્બર ૨૦૨૪માં સન્ડે ઓન સાયકલ પહેલ શરૂ કરી હતી. હજારો લોકો અને ખાસ કરીને અમારો સંસદ સભ્યો સાથે સાયકલ ચલાવવાનો આ પહેલો અનુભવ હતો. હું દરેકને ફિટનેસ અને તેમના શારીરિક સ્વાસ્થ્ય માટે દરરોજ એક કલાક સમર્પિત કરવા કહેવા માંગુ છું,'' સાક્ષીએ કહ્યું.(૩પ-૧પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
