News of Monday, 8th September 2025
ચોંકાવનારૂ કૌભાંડ: યુપીમાં 'મોતનું નેટવર્ક' પકડાયું, ગરીબો અને ગંભીર બીમાર લોકોને વીમાના નામે કતલ કરી કરોડોની ઠગાઈ!
કૌભાંડીઓ દ્વારા પૈસા માટે માનવતાની તમામ સીમાઓ પાર: આ ઘટના બાદ પોલીસ અને વીમા કંપનીઓ બંનેએ તેમની સુરક્ષા પ્રણાલીઓને વધુ કડક બનાવવાની જરૂર

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક એવા ગુનાનો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર વીમા ક્ષેત્રને હચમચાવી દીધું છે. વીમાના નામે કત્લ અને કરોડો રૂપિયાના કૌભાંડનો આ મામલો અત્યંત ચોંકાવનારો છે. પોલીસે અત્યાર સુધીમાં ૨૦થી વધુ એફઆઈઆર નોંધી છે અને ૫૦ કરોડ રૂપિયાથી વધુના વીમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સામાન્ય રીતે વીમા ક્ષેત્રમાં થતી છેતરપિંડીના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ આ કિસ્સો તેના કરતાં ઘણો ગંભીર છે. એક અહેવાલ મુજબ, આ કૌભાંડમાં એક સંગઠિત નેટવર્ક કામ કરી રહ્યું હતું, જે ગરીબ અને ગંભીર બીમારીથી પીડિત લોકોને નિશાન બનાવતું હતું. આ લોકોના નામ પર નકલી એકાઉન્ટ ખોલીને કરોડો રૂપિયાના વીમા પોલિસીઓ લેવામાં આવતી હતી. આ પછી, તેમના મૃત્યુને અકસ્માત કે અન્ય કોઈ કુદરતી કારણ તરીકે દર્શાવીને વીમાની રકમ ઉઠાવી લેવામાં આવતી હતી.
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે યુપી પોલીસની એડિશનલ એસપી અનુપ્રિયા શર્મા અને તેમની ટીમ રૂટીન ચેકિંગ પર હતી અને તેમને શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. આ મામલાની ઊંડી તપાસ કરતાં પોલીસને 'મૃત્યુના સોદાગરો'ના આ સમગ્ર નેટવર્કની જાણ થઈ.
આ કૌભાંડમાં માત્ર કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડી જ નહીં, પરંતુ માનવ જીવનનો પણ ભોગ લેવામાં આવ્યો છે. આ ઘટનાએ ફક્ત પોલીસ અને વીમા ઉદ્યોગને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરી દીધો છે કે કૌભાંડીઓ કેવી રીતે પૈસા માટે માનવતાની તમામ સીમાઓ પાર કરી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસ અને વીમા કંપનીઓ બંનેએ તેમની સુરક્ષા પ્રણાલીઓને વધુ કડક બનાવવાની જરૂર છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
