હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત વિધાનસભા પોડિયમમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીની છબિનું અનાવરણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાવભરી અંજલિ અર્પી
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. રૂપાણીના પરિવારજનોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે આજે એક ભાવસભર કાર્યક્રમમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ છબિ ખુલ્લી મુકાઈ હતી, જે પ્રસંગે સ્વર્ગસ્થ રૂપાણીના ધર્મપત્ની અંજલી બહેન રૂપાણી અને અન્ય પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા સંકુલના પ્રથમ માળે આવેલા આ પોડિયમમાં રાષ્ટ્રીય નેતાઓ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષો અને પૂર્વ મુખ્યમંત્રીઓ સહિતના દિવંગત અગ્રણીઓની તસવીરો મૂકીને તેમની જન્મતિથિ અને પુણ્યતિથિએ અંજલિ અર્પણ કરવાની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી છે. આ પ્રણાલી અંતર્ગત જ તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
છબિના અનાવરણ વેળાએ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
