<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

પીએમ કેપી ઓલી શર્માએ રાજીનામું આપવું જોઈએ : 'જનરલ-ઝેડ' આંદોલને નેપાળમાં રાજકીય ઉથલપાથલ સર્જી : કાઠમંડુમાં અથડામણ દરમિયાન પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરતા સ્થિતિ વણસી

આરએસપી સાંસદ સુમના શ્રેષ્ઠાએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાની માંગણી કરતા કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં તેમને પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી

કાઠમંડુ : સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે 'જનરલ ઝેડ' આંદોલન હેઠળ નેપાળમાં હજારો યુવાનો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. કાઠમંડુમાં સંસદ ભવનની બહાર થયેલી અથડામણ દરમિયાન પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ હિંસક બની હતી. આ ઘટનામાં 20 લોકો માર્યા ગયા હતા અને 42 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, આરએસપી સાંસદ સુમના શ્રેષ્ઠાએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાની માંગણી કરતા કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં તેમને પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે નેપાળમાં હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. કાઠમંડુમાં સંસદ ભવનની સામે 'જનરલ જી' ના બેનર હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સહિત હજારો યુવાનોએ રમખાણો વિરોધી પોલીસ સાથે અથડામણ કરી હતી. વિદ્યાર્થીઓ સંસદ ભવનના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ પછી, ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કરવો પડ્યો હતો. 2 આ પછી વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. સમાચાર એજન્સી એપી અનુસાર, 14 લોકોના મોત થયા છે. તે જ સમયે, 42 લોકો ઘાયલ થયા છે.

આ દરમિયાન, આરએસપી સાંસદ સુમના શ્રેષ્ઠાએ વડા પ્રધાન કેપી ઓલી શર્માના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમની પાસે પદ પર રહેવાનો કોઈ નૈતિક આધાર નથી અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. સાંસદ સુમના શ્રેષ્ઠાના આ નિવેદનથી નેપાળમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની છે.

તમને જણાવી દઈએ કે 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સરકારે ફરજિયાત નોંધણી પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ ફેસબુક, વોટ્સએપ અને એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધને કારણે યુવાનોમાં ભારે રોષ છે. લોકોના મતે, સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

સરકારે માહિતી આપી છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે આ કંપનીઓ માહિતી અને ટેકનોલોજી મંત્રાલયમાં નોંધાયેલી નથી. ઘણી વખત નોટિસ આપવા અને 7 દિવસની સમયમર્યાદા આપવા છતાં, કોઈ વૈશ્વિક કંપનીએ અરજી કરી નથી. નેપાળ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે નોંધણી વગર દેશમાં કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કામ કરશે નહીં.

(6:40 PM IST)