હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સથી શ્રીમંત લોકો વધુ સમૃદ્ધ બનશે : દુનિયા બેરોજગારીના ભરડામાં સપડાઈ જશે
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ગોડફાધર ગણાતા જ્યોફ્રી હિંટનએ દાવો કર્યો છે કે AIને લીધે બેરોજગારી અને અસમાનતા વધશે: હિન્ટને ચેતવણી આપી હતી કે સુપરઇન્ટેલિજન્ટ AIથી માનવતા જોખમમાં મુકાઈ શકે

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ગોડફાધર ગણાતા જ્યોફ્રી હિંટનએ દાવો કર્યો છે કે AIને લીધે બેરોજગારી અને અસમાનતા વધશે.
આ સાથે તેમણે ચેતવણી આપી છે કે AI માનવતા સામેના સૌથી મોટા ખતરા પૈકી એક છે. તેમણે કહ્યું કે AI આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ખૂબ જ આશ્ચર્યજનક હકારાત્મક ફેરફારો લાવશે.
પરંતુ AIને લીધે માનવતાને તેના અસ્તિત્વના સંકટનો પણ સામનો કરવો પડી શકે છે, કારણ કે AI એક એટલું શક્તિશાળી હથિયાર છે કે તે ખૂબ જ સરેરાશ બુદ્ધિ ધરાવતા વ્યક્તિને પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા આપે છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે AIના કારણે માનવતા કયા જોખમોનો સામનો કરી શકે છે તે વિશે વિગતવાર સમજાવ્યું છે.
નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રી હિન્ટન કહે છે કે AI મોટા પાયે બેરોજગારી તરફ દોરી જશે અને નફો થોડા લોકો સુધી મર્યાદિત રહેશે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી કે આ ખરેખર AIને કારણે નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હાલની મૂડીવાદી વ્યવસ્થાને કારણે થશે.
હિન્ટને કહ્યું કે તેણે ગૂગલ(Google) છોડી દીધું કારણ કે તે 75 વર્ષનો હતો અને પહેલાની જેમ પ્રોગ્રામિંગ કરી શકતો ન હતો. તે કહે છે કે તે હવે આરામ કરવા માંગતો હતો અને નેટફ્લિક્સ પર જોવા માટે ઘણા શો બાકી છે. જો કે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હિન્ટન ગૂગલના AI પરના પ્રયોગોને ખૂબ જ ખતરનાક માનતો હતો, જેના કારણે તેણે પોતાને ગૂગલથી દૂર રાખ્યા હતા.
હિન્ટને ચેતવણી આપી હતી કે સુપરઇન્ટેલિજન્ટ AIથી માનવતા જોખમમાં મુકાઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે AI માનવતાના અસ્તિત્વ માટે કેટલો ખતરો ઉભો કરી શકે છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે AIની વર્તમાન ક્ષમતાઓને જોતાં એવું કહી શકાય કે 10 થી 20 ટકા શક્યતા છે કે AI ભવિષ્યમાં માનવ સભ્યતાનો નાશ કરી શકે છે.
હિન્ટન કહે છે કે જો ખોટા લોકો ખોટા ઇરાદા સાથે AIનો ઉપયોગ કરી શકે છે તો આ ટેકનોલોજી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈપણ સામાન્ય માણસ તેના દ્વારા બાયો વેપન બનાવી શકે છે. સરેરાશ બુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ જેની પાસે સંસાધનો અને પૈસા છે તે સરળતાથી પરમાણુ બોમ્બ બનાવી શકે છે. આવી સ્થિતિમાં, AI ના ઉપયોગ અંગે સમગ્ર વિશ્વમાં કડક નીતિના અભાવે, પરિસ્થિતિ ક્યારે વધુ ખરાબ થશે તે કહી શકાય નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
