<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધતાં પાકિસ્તાન તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે

અમદાવાદ :ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે આગામી 1-2 દિવસ સુધી ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં ભારે વરસાદ (20 સેમી.થી વધુ) થવાની સંભાવના છે.

રવિવારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં રચાયેલ ડિપ્રેશન વધુ ઊંડું થયું અને ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. સોમવારે સવારે આ સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદ નજીક કેન્દ્રિત હતું. તે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધતાં પાકિસ્તાન તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

IMD એ 10 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. 11-12 સપ્ટેમ્બરે નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદ થવાની શક્યાં છે.. 12-14 સપ્ટેમ્બર દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ અને 11-12 સપ્ટેમ્બરે ઓડિશામાં ભારે વરસાદ.

આ ઉપરાંત 11-13 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ અને 12-13 સપ્ટેમ્બરના રોજ ઉત્તરાખંડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

1 જૂનથી દેશભરમાં 9% વધારાનો વરસાદ નોંધવામાં આવ્યો છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 20% ખાધ નોંધાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 37% વધુ વરસાદ, મધ્ય ભારતમાં 11% વધુ વરસાદ અને દક્ષિણ ભારતમાં (દ્વીપકલ્પ) 8% વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.

 

(7:28 PM IST)