હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
US Openમાં ટ્રમ્પના કારણે વિલંબ થતાં ફેન્સ ભડક્યા
ચાલુ કાર્યક્રમમાં હૂટિંગ; વીડિયો વાઈરલઃટ્રમ્પનો આહુર્રિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

વોશિંગ્ટન, તા.૮
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે આર્થર એશ સ્ટેડિયમમાં જેનિક સિનર અને કાર્લોસ અલ્કારાજ વચ્ચે રમાયેલી યુએસ ઓપનની ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા. જ્યાં દર્શકો તરફથી તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક દર્શકોએ ટ્રમ્પને તાળીઓથી વધાવ્યા હતા, જ્યારે અમુકે તેમનો હુર્રિયો (હૂટિંગ) બોલાવ્યો હતો. ટ્રમ્પનો આહુર્રિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
આર્થર એશ સ્ટેડિયમની અંદર ટ્રમ્પ પ્રવેશતા જ સ્ક્રિન પર દેખાયા હતા. જેથી દર્શકોનું ધ્યાન તેમના તરફ ગયુ હતું. જેમાં અમુક લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા હતા, જ્યારે અમુક લોકોએહુર્રિયો બોલાવી ટીખળ કરી હતી. ટ્રમ્પે આ મિશ્ર પ્રતિક્રિયાનો જવાબ માત્ર હાથ હલાવી અભિવાદનથી આપ્યો હતો.
ટ્રમ્પ આ મેચ જોવા આવવાના હોવાથી સ્ટેડિયમમાં હાઈ-પ્રોફાઈલ સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. જેના લીધે મેચ ૩૦ મિનિટ મોડી શરૃ થઈ હતી.
ચાહકો અને દર્શકોએ એક કલાક સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડ્યું હતું. જેથી દર્શકોએ ટ્રમ્પ હાજર થતાં જ નારાજગી વ્યક્ત કરી હતી. અને હુર્રિયો બોલાવ્યો હતો. ટ્રમ્પે તેમનું મુઠ્ઠી બાંધી અને હાથ હલાવી અભિવાદન કર્યું હતું.
વોશિંગ્ટન પરત ફર્યા બાદ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મેચ જોવાની ખૂબ મજા આવી. બંને ખેલાડીઓની પ્રતિભા ઉત્કૃષ્ટ હતું. બાદમાં ટ્રમ્પે મજાકિયા અંદાજમાં કહ્યું કે, ચાહકો ખૂબ જ સારા હતા. નોંધનીય છે, ટ્રમ્પ પ્રથમ વખત યુએસ ઓપનમાં આવ્યા નથી. અગાઉ પણ તેઓ નિયમિતપણે મેચ જોવા જતાં હતાં. તેઓ પોતાના પર્સનલ સ્યુટ પરથી મેચ જોતા હતા.
બિલી જિન કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં ફાઈનલ મેચ પહેલાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટ, એટર્ની જનરલ પામ બોન્ડી, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અરબેલા કુશનર, અને જેરેડ કુશનરનું આગમન થયુ હતું. જેના લીધે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. જેથી મેચ તેના પૂર્વ નિર્ધારિત સમય કરતાં ૩૦ મિનિટ મોડી ૨.૩૦ વાગ્યે શરૃ થઈ હતી. અમેરિકાના ટેનિસ એસોસિએશને પોતાના પ્રસારણ પાર્ટનર્સને નિર્દેશ આપ્યો હતો કે, પ્રમુખ વિરૃદ્ધ કોઈપણ પ્રકારના હૂટિંગ (હૂરિયો) કે વિરોધ પ્રદર્શનના વીડિયો પ્રસારિત કરવામાં આવે નહીં. ટ્રમ્પ પર પ્રતિક્રિયાને સેન્સર કરવાનો આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
