હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧ રાજ્યોમાં માધ્યમિક સ્તરે ૧૫% થી વધુ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે
શિક્ષણ મંત્રાલયના ‘UDICE Plus' રિપોર્ટમાં ખુલાસોઃ ગુજરાત સહિત પશ્ચિમીબંગાળમાં ૨૦%, કર્ણાટક અને આસામમાં ૧૮.૩૦%, આસામમાં ૧૭.૫૦% આ ઉપરાંત, ગુજરાત ૧૬.૯૦, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ વગેરેમાં તે ૧૫% થી વધુ છે

નવી દિલ્હી,તા.૦૯: દેશના ૧૧ રાજ્યોમાં માધ્યમિક સ્તરે (૯મું અને ૧૦મું) વિદ્યાર્થીઓ શાળા છોડી દેવાનો દર ૧૫% થી વધુ છે. જ્યારે, રાષ્ટ્રીય સરેરાશ ૧૧.૫%છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા UDISE Plus રિપોર્ટમાં આ હકીકત પ્રકાશમાં આવી છે.
UDISE (યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) પ્લસના રિપોર્ટ મુજબ, પશ્ચિમીબંગાળમાં માધ્યમિક સ્તરે ૨૦% વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ ૧૦ સુધી પહોંચતા પાંચમાંથી એક વિદ્યાર્થી શાળા છોડી દે છે.
કર્ણાટક અને આસામમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ દર ૧૮.૩૦ ટકા, આસામમાં ૧૭.૫૦ ટકા, મેઘાલય અને મિઝોરમમાં ૧૭.૪૦ ટકા, ગુજરાત ૧૬.૯૦, મધ્યપ્રદેશ ૧૬.૮૦ ટકા, લદ્દાખ ૧૬.૨૦ ટકા, આંધ્રપ્રદેશ ૧૫.૫૦ ટકા અને છત્તીસગઢમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દર ૧૫.૩૦ ટકા છે. જ્યારે, ઓડિશામાં આ દર ૧૫ ટકા છે.
ઝારખંડમાં આ સ્તરે ફક્ત ૩.૫૦ ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. તેવી જ રીતે, ઉત્તરાખંડમાં ૪.૬૦ ટકા વિદ્યાર્થીઓ અને કેરળમાં ૪.૮૦ ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે.
દેશમાં માધ્યમિક સ્તરે સરેરાશ ડ્રોપઆઉટ દર ૧૧.૫૦ ટકા છે. આમાં, છોકરીઓની સંખ્યા ૧૩.૩૦ ટકા અને છોકરાઓની સંખ્યા ૯.૬૦ ટકા છે. પશ્ચિમીબંગાળમાં છોકરાઓ અને છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘણો તફાવત છે. અહીં છોકરીઓનો ડ્રોપઆઉટ દર ૨૩.૪૦ ટકા છે જે દેશમાં સૌથી વધુ છે. જ્યારે છોકરાઓનો ડ્રોપઆઉટ દર ૧૬.૭૦ ટકા છે.(૪૦.૧૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
